31 વર્ષ બાદ જ્ઞાનવાપી મંદિરમાં દિપક પ્રજ્વલિત થયો, મંત્રોચારથી ગુંજી ઉઠ્યું પરિસર, જાણો કોણે કરી પુજા?
વારાણસી: વારાણસી કોર્ટના આદેશના થોડા કલાકો બાદ જ જ્ઞાનવાપી પરિસર સ્થિત વ્યાસજીના ભોંયરામાં પુજા અર્ચના સંપન્ન કરવામાં આવી હતી. આ પૂજા પૂરા વિધિ વિધાનથી તંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. સૌ પ્તથમ લક્ષમીઓ ગણેશની આરતી બાદ, તમામ દેવતાઓને પૂજવામ આવ્યા હતા. 31 વર્ષ બાદ આ પરિસરમાં દિપક પ્રજ્વલિત થયો, ઘંટડીઓ અને મંત્રોચારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. હવેથી અહી નિયમિત રૂપે પૂજા શરૂ થઈ ગઈ છે.
કોર્ટના આદેશ બાદ જિલ્લા વહીવટી તંત્ર તરત જ જ્ઞાનવાપી પરિસરમાં પહોંચી ગયું હતું અને કાશી વિશ્વનાથ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજી હતી અને પૂજા માટે સંપૂર્ણ પ્રક્રિયાની તૈયારી કરવામાં આવી હતી. એક તરફ પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી, તો બીજી તરફ જ્ઞાનવાપી અને મંદિર પરિસરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી.
પૂજા શરૂ થાય તે પહેલા જગ્યાની સારી રીતે સફાઈ કરવામાં આવી હતી અને ત્યાં બિરાજતા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી. સૌ પ્રથમ લક્ષ્મી ગણેશની આરતી કરવામાં આવી. દિપક પ્રગટાવવામાં આવ્યો અને મંત્રોચાર કરવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે આ પૂજા મુખ્ય પૂજારી ઓમ પ્રકાશ મિશ્રા અને અયોધ્યામાંમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનુ શુભ મુહૂર્ત આપનારા ગણેશ્વર દ્રવીણ દ્વારા અડધી રાત્રે જ કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર મંદિરમાં પુજા વખતે ત્યાં માત્ર 5 લોકો જ હજાર હતા. જેમાં કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારી ઓમ પ્રકાશ મિશ્રા, ગણેશ્વર દ્રવીણ, બનારસના કમિશ્નર કૌશલ રાજ શર્મા, ADM પ્રોટોકોલ સામેલ હતા. પૂજાના સમાપન બાદ ત્યાં હાજર દરેક લોકોને ભગવાનનો પ્રસાદ અને ચારણામૃત આપવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે વ્યાસજીના ભોંયરામાં વર્ષ 1933 સુધી પૂજા અરચા થતી હતી. આ ભોંયરૂ વ્યાસ પરિવારનું હતું. પરંતુ મુલાયમ સિંહ સરકારમાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું અને પૂજારીઓને પણ હટાવી દેવામાં આવ્યા હતા.