નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ASIના રિપોર્ટ પર ઓવૈસીએ ઉઠાવ્યાં સવાલ, આપ્યું મોટું નિવેદન

વારાણસી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદને લઈને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પર સવાલ ઉઠાવતા ASIને હિન્દુત્વના હાથની કઠપૂતળી ગણાવી છે. ASI રિપોર્ટમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ પહેલા અહીં એક વિશાળ મંદિર હતું અને મંદિરના અવશેષો પર જ મસ્જિદ બનાવવામાં આવી છે.

નોંધનીય છે કે કાશી વિશ્વનાથની પાંચ મહિલાઓ દ્વારા 2021માં કરવામાં આવેલો યાચિકા બાદ મંદિરની બાજુમાં આવેલી 17મી સદીની મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ હાથ ધર્યું હતું કે આ મસ્જિદ મંદિર તોડીને તેના અવશેષો પર બનાવવામાં આવી હતી કે નહિ. કોર્ટે આ સર્વે માટે પરવાનગી આપી હતી. અને એએસાઈએ એ સર્વે બાદ જિ રિપોર્ટ તૈયાર કર્યો તે કોર્ટે જાહેર કરવાનું કહ્યું હતું હવે આ રિપોર્ટ સાથે ઓવૈસી સહમત હોય તેવું લાગતું નથી.


અને તેમને ASI માટે એક મોટું નિવેદન આપ્યું હતું તેમને કહ્યું હતું કે આઈએસઆઈ હિંદુત્વના હાથની કઠપૂતળી છે. આ આખો રિપોર્ટ અનુમાનોના આધારે બનાવવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિક તથ્યોની મઝાક ઉડાવવામાં આવી છે.
જ્યારે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે ASI રિપોર્ટ દર્શાવે છે કે જ્ઞાનવાપી મસ્જિદ પહેલાથી અસ્તિત્વમાં રહેલા મંદિરના અવશેષો પર બનાવવામાં આવી છે. ASI દ્વારા તૈયાર કરવામાં આવેલા 839 પાનાના રિપોર્ટની નકલો તમામ પક્ષોને સોંપવામાં આવી છે. જૈનનો દાવો છે કે સર્વે રિપોર્ટમાં મંદિરના અસ્તિત્વના પૂરતા પુરાવા મળ્યા છે. તેમજ સર્વેક્ષણ દરમિયાન બે ભોંયરાઓમાંથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓના અવશેષો પણ મળી આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button