નેશનલ

જ્ઞાનવાપી પર પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે સર્વેની કોઈ જ જરૂર નહોતી ત્યાં પહેલેથી જ….

વારાણસી: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે રિપોર્ટને કથિત રીતે હિન્દુ મંદિર તરીકે જાહેર કરવા વિશે જોરદાર ચર્ચા થઈ રહી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને 25 જાન્યુઆરીના રોજ આ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ રિપોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્ઞાનવાપીની જગ્યાએ પહેલા એક હિંદુ મંદિર હતું. આ મુદ્દે હાલમાં કોઈને કોઈ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યું છે. જેમાં દેશના પ્રખ્યાત ઈતિહાસકાર અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર ઈરફાન હબીબે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અલીગઢમાં પ્રોફેસર ઈરફાન હબીબે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ એક રીતે સાચું છે. આ નો ઇતિહાસ ઘણા પુસ્તકોમાં પણ છે. પહેલા મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. પરંતુ શું દેશમાં આવું જ ચાલતું રહેશે. મસ્જિદો તોડીને મંદિરો બનાવવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં મસ્જિદો છે, તેને તોડીને મંદિરો બનાવવામાં આવી રહ્યા છે.

બાબરી મસ્જિદ કેસમાં પણ એવું જ થયું હતું. એક અંગ્રેજી અખબારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મસ્જિદો તોડીને બનાવવામાં આવેલા ઘણા મંદિરોનો ઉલ્લેખ છે, તો શું તેમને પણ તોડી નાખવા જોઈએ? પ્રોફેસરે એમ પણ કહ્યું હતું કે જ્ઞાનવાપી કેસમાં ASI સર્વેની જરૂર નથી. કારણકે મંદિર હોવાનો આલમગીરના પુસ્તકમાં પણ ઉલ્લેખ છે અને જો તમે સર જદુનાથ સરકારનું પુસ્તક વાંચ્યું હોત તો તમને બધું સમજાયું હોત. હવે જેઓ ભણ્યા નથી તેઓ અભણ છે. અને આવા અભણનું કઁઈ થાય એમ નથી.

હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે ASIના સર્વે રિપોર્ટમાં સંકેત મળ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ અગાઉથી હાજર એક જૂના મંદિરના ઢાંચા પર કે પછી જીના મંદિરને તોડીને બનાવવામાં આવી છે. જૈને એમ પણ જણાવ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે કોર્ટ દ્વારા 839 પાનાના ASI સર્વે રિપોર્ટની નકલો સંબંધિત પક્ષકારોને આપવામાં આવી હતી. નોંધનીય છે કે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ASI સર્વે રિપોર્ટ કરાવવા માટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો સહિત કુલ 11 લોકોએ કોર્ટમાં અરજી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button