ટોપ ન્યૂઝનેશનલ

જ્ઞાનવાપીમાં મંદિરોના પુરાવા મળ્યા પરંતુ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991 પ્રમાણે ચુકાદો કોના પક્ષમાં આવશે…

વારાણસી: છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહેલા જ્ઞાનવાપી કેસમાં ASIના રિપોર્ટને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં છે ત્યાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. વિષ્ણુ જૈને એમ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ બાજુ આવેલો દિવાલ સાબિત કરે છે કે મસ્જિદ હિંદુ મંદિરનો ભાગ છે. 17મી સદીમાં એક હિંદુ મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે ASI દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. જોકે હવે મહત્વનો મુદ્દો એ છે કે હિન્દુ પક્ષનો દાવો સાચો સાબિત થાય તો પણ કોર્ટનો ચુકાદો હિન્દુ પક્ષના તરફેણમાં કેવી રીતે આવી શકે છે.

કારણકે ‘પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991’ પ્રમાણે 15 ઓગસ્ટ 1947 પહેલાં જે પણ ધર્મ સ્થળો જેમ છે તેમ જ રાખવામાં આવશે અને તેજ રીતે લોકો દ્વારા તેમની પૂજા કરવામાં આવશે. તેમાં કોઈ કોર્ટનો ચુકાદો કોઇપણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહિ. જો સરકાર આ કાયદામાં ફેરફાર કરે તો હિન્દુ પક્ષ આશા રાખી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ કાયદામાં ફેરફાર થશે?

જોકે અયોધ્યાના આધાર પર જ્ઞનવાપીનો કેસ ચાલી રહ્યો છે ત્યારે અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મંદિર બની ગયું પરંતુ જ્ઞાનવાપીમાં એ કેટલા અંશે શક્ય છે.જો કે હાલ આ વિવાદ કોર્ટમાં અને કોર્ટની બહાર પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
વકીલ વિષ્ણુ જૈને આ પણ કહ્યું હતું કે મસ્જિદ બનાવવા માટે મંદિરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ ભોંયરામાં માટી નીચે દટાયેલી મળી આવી છે. આ ઉપરાંત તેમને ખાસ એમ કહ્યું હતું કે આવા 32 સ્થળો છે જ્યાં અગાઉ હિન્દુ મંદિરો હતા જે તોડીને મસ્જિદ બનાવમાં આવી છે.


વારાણસી જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે તેમના આદેશમાં કહ્યું છે કે જ્ઞાનવાપી સંકુલનો સર્વે રિપોર્ટ તમામ પક્ષકારોને સોંપવામાં આવે. ત્યારે મુસ્લિમ પક્ષે જિલ્લા ન્યાયાધીશ સમક્ષ માંગણી કરી હતી કે સર્વેનો અહેવાલ ફક્ત પક્ષકારો પાસે જ રહેવો જોઈએ અને તેને જાહેર ન કરવો જોઈએ. કોર્ટના આદેશ બાદ રિપોર્ટની કોપી વકીલ વિષ્ણુ શંકર જૈનને આપવામાં આવી છે.


એડવોકેટ કમિશનર અને વારાણસી કોર્ટના આદેશ પર નિયુક્ત ટીમે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કર્યો હતો. હિંદુ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ મંદિર સંકુલનો એક ભાગ હતી અને એક મંદિર પણ હતું. 17મી સદીમાં મંદિરને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આ વિવાદ હવે વધુ ઘેરો બનતો જાય છે અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?