
ગ્વાલિયરઃ લગભગ ત્રણેક દિવસ પહેલા અમદાવાદમાં રીલ બનાવવાના ચક્કરમાં ત્રણ યુવાનોની કાર કેનાલમાં ખાબકતાં ત્રણેયે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે આવી જ ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે, જેમાં એક કપલે પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો પરંતુ આખી ઈમારતમાં રહેતા લોકોએ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.
Also read : Madhya Pradesh ના સીએમ મોહન યાદવે ધર્માંતરણ કરાવનારાઓને આપી આ કડક ચેતવણી
સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનું ગાંડપણ કિશોરોમાં જ નહીં પણ યુવાન અને પુખ્ત વયના લોકોમાં પણ એટલું જ છે. ગ્વાલિયરના ગોલા મંદિર રોડ વિસ્તારમાં સાત માળીય ઈમારતમાં રહેતા દીયર અનિલ અને ભાભી રંજનાએ રીલ બનાવવા માટે જોખમી રસ્તો અપનાવ્યો હતો. તેમણે ઘરના સિલિન્ડરમાંથી એલપીજી ગેસ લીક કરી ઓરડામાં ધૂમાડો દેખાય તેવી વ્યવસ્થા ઊભી કરી હતી.
ગેસ લીક કર્યા બાદ જેવી હેલોઝન લાઈટ ઑન કરી કે તરત જ રૂમમાં જોરદાર આગ લાગી અને આખી ઈમારત ધ્રજી ગઈ. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બાજુની લિફ્ટમાં પણ ભારે નુકસાન થયું. અનિલ અને રંજના ગંભીર રીતે દાઝ્યા છે અને તેમને હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યા છે.
ઈમારતમાં રહેતા લોકો કંઈ સમજી તે પહેલા આગે જોર પકડી લીધું હતું અને લોકોએ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે આવી આગ બુઝાવી વ્યવસ્થા જાળવી હતી. પોલીસના કહેવા અનુસાર અનિલના મોબાઈલ ફોનમાંથી વીડિયો મળ્યા હતા જેમાં રંજના એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીક કરતી જોવા મળે છે. બન્ને રીલ બનાવવાની તૈયારી કરતા હતા.
Also read : સોનાની દાણચોરીમાં પકડાયેલી અભિનેત્રી કોર્ટમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી, કહ્યું- મને ઉંઘ પણ નથી આવતી
સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણા સારા ઉદ્દેશ માટે થઈ શકે તેમ હોવા છતાં લોકો આ પ્રકારે માત્ર સસ્તા મનોરંજન અને ગાંડપણ માટે તેનો ઉપયોગ કરે છે તે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે.