નેશનલ

Divya Pahuja Murder: દિવ્યા હોટલ માલિકને બ્લેકમેલ કરતી હતી, તપાસ દરમિયાન ચોંકાવનાર ખુલાસા

ગુરુગ્રામની એક હોટેલમાં મોડલ દિવ્યા પહુજા(Divya Pahuja)ની હત્યાનો કેસ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસને હજુ સુધી દિવ્યાની લાશ નથી મળી. ગુરુગ્રામ પોલીસ(Gurugram Police) કહેવું છે કે હત્યા બાદ દિવ્યાની લાશને જે BMW કારમાં લઈ જવામાં આવી હતી તે પંજાબના પટિયાલા બસ સ્ટેન્ડ પાસેથી મળી આવી છે. કારનું ટ્રંક ખોલવાના પ્રયાસો ચાલુ છે.

27 વર્ષીય દિવ્યા પાહુજાની મંગળવાર મોડી રાત્રે ગુરુગ્રામની એક હોટલમાં હત્યા કરી દેવામાં આવી હતી. દિવ્યા ગેંગસ્ટર સંદીપ ગડોલીની એક્સ ગર્લફ્રેન્ડ હતી. પોલીસે દિવ્યાની હત્યાના આરોપમાં હોટલ માલિક અભિજીત સિંહ અને હોટેલમાં કામ કરતા ઓમ પ્રકાશ અને હેમરાજની ધરપકડ કરી હતી. ઓમ પ્રકાશ અને હેમરાજે દિવ્યાના મૃતદેહનો ઠેકાણે પાડવા અભિજીત સિંહની મદદ કરી હતી.


હોટલના માલિક અભિજીતે દિવ્યાના મૃતદેહના ઠેકાણે પાડવા માટે બંને સાથીદારોને 10 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપી અભિજીતના બે સાથીદારો દિવ્યાના મૃતદેહને BMW કારના ટ્રંકમાં મૂકીને લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેનાથી દિવ્યાની હત્યાની જાણ થઇ હતી.


હત્યાના મુખ્ય આરોપી હોટેલ માલિક અભિજીત સિંહે પોલીસને જણાવ્યું હતું કે તે હોટેલ સિટી પોઈન્ટનો માલિક છે. તેણે હોટેલ લીઝ પર આપી છે. દિવ્ય પાસે તેની કેટલીક અશ્લીલ તસવીરો સાથે હતી. આ તસવીરો દ્વારા તે તેને બ્લેકમેલ કરતી હતી.


આરોપીએ જણાવ્યું કે દિવ્યા અવારનવાર તેની પાસે પૈસા લેતી હતી. આ વખતે તે મોટી રકમ માંગી રહી હતી. 2 જાન્યુઆરીએ તે દિવ્યાને હોટેલમાં લઈ ગયો અને તેને ફોટો ડિલીટ કરવા કહ્યું. જ્યારે તેના મોબાઈલનો પાસવર્ડ પૂછવામાં આવ્યો ત્યારે તેણે ના આપ્યો. આ કારણે તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં દિવ્યાને ગોળી મારી દીધી.


મોડલ દિવ્યા પહુજાને 25 જુલાઈ 2023ના રોજ જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર બિન્દર ગુર્જરના કહેવા પર તે હોટલના માલિક અભિજીત સિંહને મળી હતી. આ પછી તે લિવ-ઈનમાં રહેવા લાગી.


ગુરુગ્રામ પોલીસના અધિકારીએ કહ્યું કે હત્યાના આરોપી અભિજીત સિંહે પૂછપરછ દરમિયાન ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. દિવ્યા પાહુજા અને અભિજીત સિંહ 3 મહિનાથી સંપર્કમાં હતા અને લિવ-ઈન પાર્ટનર તરીકે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન દિવ્યાએ અભિજીતનો અશ્લીલ વિડિયો અને તસવીરો પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી હતી. ત્યાર બાદ દિવ્યા આ ફોટોથી અભિજીત સિંહને બ્લેકમેલ કરતી હતી અને રૂપિયા પડાવતી હતી.


ધરપકડ કરાયેલા આરોપીઓમાં હોટલ માલિકો અભિજીત સિંહ (56), હેમરાજ (28) અને ઓમ પ્રકાશ (23)નો સમાવેશ થાય છે. હોટેલ માલિક અભિજીત મૂળ હિસારના મોડલ ટાઉનનો રહેવાસી છે. જ્યારે હેમરાજ નેપાળનો રહેવાસી છે અને ઓમપ્રકાશ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીનો રહેવાસી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button