Guru Purnima 2024 Date: આજથી શરૂ થશે ગુરુપૂર્ણિમાનું પર્વ: જાણો ક્યારે છે શુભ મુર્હુત અને ક્યારે કરશો વિધિ
હિન્દુ સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વર્ષના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાં ગુરુ પૂર્ણિમાનો સમાવેશ થાય છે. આ દિવસ ગુરુઓની પૂજા અને તેમના માર્ગદર્શન માટે સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આજના દિવસે ગુરુની પૂજા કારવામાં આવે છે અને ઉપવાસ પણ રખાઇ છે. હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે એટલે 21 જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે.
ગુરુ પૂર્ણિમાની તિથીને લઈને મુંજવણ:
ગુરુ પૂર્ણિમાનું પર્વ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આજના દિવસે વેદ વ્યાસજીના જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આજના દિવસે પોતાના ગુરુની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જો કે આ વર્ષે ગુરુ પૂર્ણિમાની તિથીને લઈને પણ મુંજવણ છે, ચાલો જાણીએ કે ગુરુ પૂર્ણિમા કયા દિવસે ઉજવવામાં આવશે. શુભ સમય, મહત્વ અને પૂજાની રીત પણ જાણો.
આ દિવસે ઉજવાશે ગુરુ પૂર્ણિમા:
પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથીની શરૂઆત 20 જુલાઈએ સાંજે 6 વાગ્યાથી લઈને 21 જુલાઈના રોજ બપોરે 3:47 વાગ્યે સમાપ્ત થશે. શાસ્ત્રોમાં દર્શાવેલ નિયમો અનુસાર પૂર્ણિમાના વ્રત ચંદ્રોદય વ્યાપિની પૂર્ણિમાના દિવસે જ રાખવામાં આવે છે. આમાં પણ જ્યારે પૂર્ણિમા તિથિ આવે ત્યારે રાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે. તેથી, 20મી જુલાઈએ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે અને 21મીએ ગુરુની પૂર્ણિમાના દિવસે દાન કાર્ય કરવામાં આવશે.
ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ:
1) ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો.
2) પૂજા રૂમની સારી રીતે સફાઈ કર્યા પછી, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વેદ વ્યાસજીની મૂર્તિઓ સ્થાપિત કરો અને તેમને તિલક લગાવીને વ્રતનો સંકલ્પ લો.
3) ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા તેને પંચામૃતનો અભિષેક કરો અને તેમને વસ્ત્રો અર્પણ કરો. ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી અને વેદ વ્યાસ જીની પણ પૂજા કરો.
4) આ પછી ગુરુ ચાલીસાનો પાઠ કરો.
5) ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વેદ વ્યાસ જીને મીઠાઈ, ફળ અને ખીર વગેરે અર્પણ કરો. ગુરુ પૂર્ણિમા વ્રત કથાનો પણ પાઠ કરો.
6) અંતે ભગવાન સત્યનારાયણની આરતી કરો.
ગુરુ પૂર્ણિમાનું મહત્વ:
પૌરાણિક માન્યતા અનુસાર ગુરુ પૂર્ણિમાનું પર્વ મહાભારતના રચયિતા વેદવ્યાસજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે વેદ વ્યાસજીએ ચાર વેદોની રચના કરી હતી. આ દિવસે ગુરુ પોતાના શિષ્યોને દીક્ષા પણ આપે છે. આ દિવસે લોકો પોતાના ગુરુની પૂજા કરે છે.