નેશનલ

મોડેલ દિવ્યા પાહુજા મર્ડર કેસઃ હોટલ માલિક સાથે 3 મહિનાથી લિવ-ઇનમાં હતી

નવી દિલ્હીઃ મોડેલ દિવ્યા પાહુજાની હત્યાને 100 કલાકથી વધુનો સમય થઇ ગયો હોવા છતાં પોલીસ હજી સુધી તેની લાશ શોધી શકી નથી. દરમિયાન આ મર્ડર કેસની પોલીસ તપાસમાં અનેક ખુલાસા થઇ રહ્યા છે.

મૉડલ દિવ્યા પહુજાને 25 જુલાઈ 2023ના રોજ જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર બિન્દર ગુર્જરના કહેવા પર તે હોટલના માલિક અભિજીત સિંહને મળી હતી. આ પછી તેની સાથે લિવ-ઈનમાં રહેવા લાગી હતી. ગુરુગ્રામ ડીસીપી ક્રાઈમ વિજય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે હત્યાના આરોપી અભિજીત સિંહે પૂછપરછ દરમિયાન ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. દિવ્યાએ જ તેની મુંબઇની જેલમાં બંધ ગેંગસ્ટર બિંદર ગુર્જર સાથે વાત કરાવી હતી.


દિવ્યા પાહુજા અને અભિજીત સિંહ 3 મહિનાથી સંપર્કમાં હતા અને લિવ-ઈન પાર્ટનર તરીકે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન દિવ્યાએ અભિજીતની અશ્લીલ વિડિયો તસવીરો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. દિવ્યા આ અંગે અભિજીત સિંહને બ્લેકમેલ કરતી હતી. તેથી અભિજીતે દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા કરી હતી. ડીસીપીનું કહેવું છે કે હત્યા બાદ દિવ્યાની લાશને જે BMW કારમાં લઈ જવામાં આવી હતી તે પંજાબના પટિયાલા બસ સ્ટેન્ડ પાસેથી મળી આવી છે. તે કારની ડિક્કી ખોલવાના પ્રયાસો ચાલુ છે.


27 વર્ષની મોડલ દિવ્યા પાહુજાની મંગળવાર મોડી રાત્રે ગુરુગ્રામની એક હોટલમાં હત્યા કરી દેવામાં આવી હતી. દિવ્યા પહેલા ગેંગસ્ટર સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડ હતી. પોલીસે દિવ્યાની હત્યાના આરોપમાં હોટલ માલિક અભિજીત સિંહ અને હોટેલ વર્કર ઓમ પ્રકાશ અને હેમરાજની ધરપકડ કરી હતી. ઓમ પ્રકાશ અને હેમરાજે દિવ્યાના મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરી હતી.


હોટલના માલિક અભિજીતે દિવ્યાના મૃતદેહના નિકાલ માટે હોટેલ વર્કરોને 10 લાખ રૂપિયા આપ્યા હતા. દિવ્યાના મૃતદેહને અભિજીતની BMW કારના ટ્રંકમાં મૂકીને અભિજીતના બે સહયોગી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.


હત્યાના મુખ્ય આરોપી હોટેલ માલિક અભિજીત સિંહે પોલીસને જણાવ્યું હતું કે તે હોટેલ સિટી પોઈન્ટનો માલિક છે. તેણે હોટેલ લીઝ પર આપી છે. આ હોટલમાં દિવ્યાની હત્યા કરવામાં આવી હતી. અભિજીત સિંહે ગુરુગ્રામ પોલીસને જણાવ્યું કે તેની કેટલીક અશ્લીલ તસવીરો દિવ્યા પાહુજા સાથે હતી. આ તસવીરો દ્વારા તે બ્લેકમેલ કરતી હતી.


આરોપીએ જણાવ્યું કે દિવ્યા બ્લેકમેઇલ કરીને તેની પાસેથી અવારનવાર પૈસા લેતી હતી. આ વખતે તે મોટી રકમ માંગી રહી હતી. 2 જાન્યુઆરીએ તે દિવ્યાને હોટેલમાં લઈ ગયો અને તેને તસવીરો ડિલીટ કરવા કહ્યું. જ્યારે તેના મોબાઈલનો પાસવર્ડ પૂછવામાં આવ્યો તો તેણે નહીં આપ્યો. આ કારણે તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં દિવ્યાને ગોળી મારી દીધી હતી.


ધરપકડ કરાયેલા આરોપીઓમાં હોટલ માલિક અભિજીત સિંહ (56), હેમરાજ (28) અને ઓમ પ્રકાશ (23)નો સમાવેશ થાય છે. હોટેલ માલિક અભિજીત મૂળ હિસારના મોડલ ટાઉનનો રહેવાસી છે. જ્યારે હેમરાજ નેપાળનો રહેવાસી છે અને ઓમપ્રકાશ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીનો છે. પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં આરોપીઓ સફેદ ચાદરમાં દિવ્યાની લાશ લપેટીને હોટેલ સિટી પોઈન્ટની લોબીમાં ખેંચી જતા જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…