
બિહાર: બિહારના અરરિયાના નરપતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટના એસટીએફ, સ્થાનિક પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગોળીબારમાં નરપતગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને બે એસટીએફ કર્મચારીઓ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સામે પોલીસની જવાબી કાર્યવાહીમાં બે ગુનેગારોને ઠાર મારવામાં આવ્યા હતાં. જો કે, ગુનેગારોમાંથી એક ભાગી જવામાં સફળ રહ્યો. અન્ય ગુનેગારની વાત કરવામાં આવે તો ચુનમુન ઝાને ત્રણ ગોળીઓ વાગી હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી
પોલીસે ઘેરી લીધા એટલે આરોપીઓએ ગોળીબાર શરૂ કર્યો
ઘટનાની વાત કરવામાં આવે તો, પટણા એસટીએફને માહિતી મળી હતી કે પૂર્ણિયામાં તનિષ્ક જ્વેલરી શોપ લૂંટનો આરોપી ચુનમુન ઝા ગેંગ સાથે નરપતગંજમાં છુપાયેલો છે. બાતમી મળતાની સાથે જ STF ટીમ સ્થાનિક પોલીસની મદદથી તેને પકડવા માટે થલહા કેનાલ પાસે પહોંચી હતી. ગુનેગારોએ ખબર પડી કે તેમને પોલીસે ઘેરી લીધા છે એટલે ગોળીબાર શરૂ કરી દીધો હતાં. જેથી જવાબમાં પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતાં. આ એન્કાઉન્ટરમાં ચુનમુન ઝાને છાતી અને પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે બેભાન થઈને પડી ગયો હતો.
ગોળીબારમાં નરપતગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પણ ઘાયલ થયા
પોલીસે કરેલા ગોળીબારમાં બીજા એક ગુનેગારને પગમાં ગોળી વાગી હતી પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ ગોળીબારમાં નરપતગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પણ ઘાયલ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ગેંગે 2024 માં તનિષ્ક જ્વેલરી શોપમાં 20 કરોડના દાગીનાની લૂંટ કરી હતી. આરોપીઓએ બધાને બંદૂકની અણીએ રાખીને લૂંટ આચરી હતી. ગુનેગારોએ લગભગ 20 કરોડ રૂપિયાના સોના અને હીરાના દાગીના લૂંટી લીધા હતાં.
આ પણ વાંચો : “દેશમાં એક વર્ષમાં નક્સલવાદનો અંત લાવીશું” રાજ્યસભામાં ગૃહ પ્રધાન અમિત શાહનું મોટું નિવેદન
લૂંટ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ
ઘટનાની વિગતો આપતા પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર નાથ વર્માએ કહ્યું હતું કે, તનિષ્ક જ્વેલરી લૂંટ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુઝફ્ફરપુર પોલીસ અને એસટીએફની મદદથી બિટ્ટુ કુમાર પાસવાનની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી, સારસીના રહેવાસી સોનુ ઝાની સહરસા અને એસટીએફ પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી છે. એસટીએફ અને રોહતાસ પોલીસની મદદથી અક્ષુશ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. લૂંટની ઘટના પછી ગુનેગારો પાસેથી પૈસા મેળવનાર શમી આનંદની પણ પટનાથી ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.