નેશનલ

ગુજરાતનું ₹.૩.૩૨ લાખ કરોડનું ફાઈવ-જી બજેટ

નમો સહિતની ૧૦ મહત્ત્વની યોજનાઓ, રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકાઓની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ ત્રણ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથને પાયામાં રાખી વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત ૨૦૪૭નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો નાણા પ્રધાન કનુભાઇ દેસાઇએ દાવો કર્યો હતો. બીજી બાજુ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગરવી ગુજરાત, ગણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતને સાકાર કરવાનારું ફાઇવ જી બજેટ ગણાવીને આવકાર્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારનું
૨૦૨૪-૨૫ના વર્ષના રજૂ કરેલા બજેટમાં ૧૦ જેટલી મહત્ત્વની યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદ સાબરમતિ રિવરફ્રન્ટ યોજનાને હવે છે કે ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે તેમજ રાજ્યમાં મહેસાણા, આણંદ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી અને વાપી નગરપાલિકાઓને પણ હવે મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવશે. જ્યારે ધો. ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે હવે નમો લક્ષ્મી યોજના હેઠળ રૂ. ૫૦ હજાર સુધીના સહાય તેમજ નમો શ્રી યોજના તળે ગર્ભવતી માતાઓ અને પ્રસૂતાઓને મળતી રૂ. ૬૦૦૦ની સહાય વધારીને રૂ. ૧૨,૦૦૦ આપવામાં આવશે. આ ઉપરાંત નર્મદા પાણી પુરવઠા યોજનાના ઢાંકી પંપિગ સ્ટેશનથી બીજી સમાંતર પાઇપ લાઇન માળીયા સુધી લઇ જવાશે. જ્યારે સૂક્ષ્મ સિંચાઇ યોજના સહિત કુલ ૧૦ જેટલી ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

બજેટમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. ૫૫,૧૧૪ કરોડ, આરોગ્ય વિભાગ માટે ૨૦,૧૦૦ કરોડ અને મહિલા બાલવિકાસ વિતભાગ માટે રૂ. ૬,૮૮૫ કરોડમી જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષે બજેટનું કદ ૩,૦૧,૦૨૨ કરોડ હતો જે આ વખતે વધીને ૩,૩૨,૪૬૫ કરોડનું થયું છે.

આ વખતના બજેટમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી છે. જે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજના શરૂ થશે. બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે. એક જ નંબર ૧૧૨ નંબર પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુજજ ૧,૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વડા પ્રધાનના નામથી યોજનાઓ શરૂ કરી. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજના. નાણાં પ્રધાને નમો નામથી નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.

અયોધ્યાધામ ખાતે ગુજરાતી યાત્રી માટે નિવાસ માટે ૫૦ કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની જોગવાઈ છે. અયોધ્યાધામ ખાતે ગુજરાતી યાત્રી નિવાસ તૈયાર કરાશે. ૫૦ કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અંબાજી યાત્રધામ માટે માસ્ટર પ્લાનિંગ માટે ૧૧૭ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર માટે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. સગર્ભાઓ ને સંસ્થાકિય પ્રસુતિ અને ત્યારબાદ હૉસ્પિટલ ખાતે રોકાણ કરાવાશે. મહિલાઓને રૂપિયા ૧૫ હજાર તેમજ આશા વર્કરને રૂપિયા ત્રણ હજાર પ્રસૂતિદીઠ પ્રોત્સાહક રકમ ચૂકવાશે. આ માટે રાજ્ય સરકારે બજેટમાં ૫૩ કરોડની જોગવાઈ કરી છે.ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં આશા વર્કરોને પ્રસૂતિ દીઠ ત્રણ હજાર પ્રોત્સાહન અપાશે રાજ્યમાં નવી ફેમિલી કોર્ટ સ્થાપવા માટે જોગવાઈ કરાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૧,૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં વિધવા બહેનો માટે ૨,૩૬૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે ૮૭૮ કરોડની જોગવાઈ કરાવમાં આવી છે. રાજ્યમાં કિશોરીઓને ટેક હોમ રાશન માટે ૩૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં
સગર્ભા-ધાત્રી માતાને અનાજ માટે ૩૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર તેલ અપાશે. રાજ્યમાં વ્હાલી દીકરી યોજના માટે ૨૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં આંગણવાડીના વિકાસ માટે ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં દૂધ સંજીવની યોજના માટે ૧૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે ૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે,

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત