નેશનલ

ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ ગુજરાતીઓવતી વડા પ્રધાનનો ખૂબ-ખૂબ આભાર: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: તા.22 જાન્યુઆરી 2024ના રોજ અભિજીત મુર્હૂતમાં અયોધ્યા ધામ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ અવસરે મુખ્ય પ્રધાને તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડા પ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડા પ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે, એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?