નેશનલ

છેતરપિંડી કરવા બદલ અમેરિકામાં ગુજરાતીને દસ વર્ષની જેલ

વૉશિંગ્ટન: અમેરિકાના કોલોરાડો ડિસ્ટ્રિક્ટમાંની યુએસ એટર્નીની ઑફિસે 40 વર્ષીય ધ્રુવ જાનીને કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો અને દસ વર્ષની જેલની સજા કરી હતી. આ ઉપરાંત, 11 લાખ ડૉલર પાછા આપવાનો ધ્રુવ જાનીને આદેશ આપ્યો હતો.
ધ્રુવ જાનીએ સરકારી એજન્ટ' તરીકે પોતાની ઓળખ આપીને એક કહેવાતી સરકારી સ્કીમ દ્વારા મળેલા ભંડોળને બીજે વાળીને કાળાં નાણાં ધોળાં કર્યા હોવાનો આક્ષેપ છે. આ ગુનેગાર ફેડરલ લૉ એન્ફૉર્સમેન્ટ એજન્સીનાએજન્ટ’ હોવાનો દાવો કરીને તપાસના નામે અમેરિકામાં લોકોનેે છેતરતો હતો.
સરકારી વકીલે દલીલ કરી હતી કે ધ્રુવ જાની અમેરિકામાં લોકોને ફૉન કરતો હતો અને પોતાની ઓળખ સરકારી એજન્ટ' તરીકે આપતો હતો અને કહેતો હતો કે તમે ગુનો આચર્યો હોવાથી તમારી ધરપકડ થઇ શકે છે અને દેશનિકાલ કરી શકાય છે. તમારે આ સજામાંથી બચવા માટેસરકાર’ને ચોક્કસ રકમ ચૂકવવી પડશે. આ રકમ ફેડરલ એક્સ્પ્રેસ કે યુનાઇટેડ પાર્સલ સર્વિસ દ્વારા જ અન્ય રાજ્યમાંની વ્યક્તિઓના નામ, સરનામે મગાવાતી હતી.
સૉશિયલ સિક્યૉરિટી ઍડમિનિસ્ટૅ્રશનના ઇન્સ્પેક્ટર જનરલ ગૅલ એસ. એનીસે જણાવ્યું હતું કે ધ્રુવ જાનીને સૉશિયલ સિક્યૉરિટી'ને લગતું કૌભાંડ કર્યું છે અને સરકારીએજન્ટ’ હોવાનું કહીને છેતરપિંડી કરવા માટે દોષી ઠેરવીએ છીએ. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button