નેશનલ
ગુજરાત સ્ટીલ, ઊર્જા, વાહન ક્ષેત્રે હરણફાળ ભરશે
ગાંધીનગર: અદાણી, મિત્તલ, ટાટા, અંબાણી, સુઝુકીએ અહીં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’માં કરેલી જાહેરાત અને આપેલી બાંયધરીને લીધે ગુજરાત સ્ટીલ, ઊર્જા અને વાહન ક્ષેત્રે હરણફાળ ભરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું સાબિત થાય છે.
ગૌતમ અદાણીએ કચ્છમાં ગ્રીન એનર્જીનો વિશ્ર્વનો સૌથી મોટો પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી હતી, જ્યારે મુકેશ અંબાણીએ જામનગરમાં અક્ષય ઊર્જા પાર્ક ઊભું કરવાની બાંયધરી આપી હતી.
લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં દુનિયાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી હતી. ટાટા કંપનીના નટરાજન ચંદ્રશેખરે સાણંદમાં ઇલેક્ટ્રિક વાહનોનું અને લિથિયમ-આયન બેટરીનું મોટા પાયે ઉત્પાદન કરવાની જાહેરાત કરી હતી.
સુઝૂકીના વડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તૈયાર થતાં વાહનો યુરોપ અને જાપાનમાં દોડવા લાગશે.