
નવી દિલ્હી : કેગના અહેવાલ મુજબ ભારતના 16 રાજયોની મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધારે છે. જે રાજ્યના સારા આર્થિક વ્યવસ્થાપનનું માપદંડ માનવામાં આવે છે. કેગ અહેવાલમાં છેલ્લા 10 વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
જેમાં દેશના 16 રાજ્ય એવા છે જેની મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધારે છે. આવા રાજ્યોને રેવન્યુ સરપ્લસ રાજ્ય ગણવામાં આવે છે. જેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઓડીસા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ વધુ મહેસૂલી આવક ધરાવતા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 37,000 કરોડ સાથે પ્રથમ નંબરે છે. જયારે ગુજરાત 19,856 કરોડ સાથે બીજા નંબરે છે. જયારે મહારાષ્ટ્ર રૂપિયા 1,936 કરોડની મહેસૂલી ખાધ ધરાવે છે. આ અહેવાલ વર્ષ 2022-23 નો છે.
16 રેવન્યુ સરપ્લસ રાજ્યમાંથી 10 પર ભાજપનું શાસન
આ ઉપરાંત ઓડિશા રૂપિયા15,560 કરોડ , ઝારખંડ રૂપિયા 13,920 કરોડ, કર્ણાટક રૂપિયા 13,496 કરોડ, છત્તીસગઢ રૂપિયા 8,592 કરોડ , તેલંગાણા રૂપિયા 6,944 કરોડ , કેરળ રૂપિયા 5,310 કરોડ , મધ્યપ્રદેશ રૂપિયા 4,091 કરોડ, અને ગોવા રૂપિયા 2,399 કરોડ રેવન્યુ સરપ્લસ ધરાવે છે.
જયારે અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ જેવા પૂર્વોત્તર રાજ્યો પણ રેવન્યુ સરપ્લસ રાજ્યોમાં સામેલ છે. આ 16 રેવન્યુ સરપ્લસ રાજ્યમાંથી 10 પર ભાજપનું શાસન છે.
12 રાજ્યોમાં મહેસૂલી ખાધ
કેગના અહેવાલ મુજબના દેશના 12 રાજ્યો મહેસૂલી ખાધનો સામનો કરી રહ્યા છે. જેમાં આ રાજ્યોની મહેસૂલી ખાધ પર નજર કરીએ તો આંધ્રપ્રદેશ રૂપિયા 43,488 કરોડ, તમિલનાડુ રૂપિયા 36,215 કરોડ, રાજસ્થાન રૂપિયા 31,491 કરોડ, પશ્ચિમ બંગાળ રૂપિયા 27,295 કરોડ, પંજાબ રૂપિયા 26,045 , હરિયાણા રૂપિયા 17,212 કરોડ , આસામ રૂપિયા 12,072 કરોડ, બિહાર રૂપિયા 11,288 કરોડ, હિમાચલ પ્રદેશ રૂપિયા 6,336 કરોડ, કેરળ રૂપિયા 9,226 કરોડ, મહારાષ્ટ્ર રૂપિયા 1,936 કરોડ અને મેઘાલય રૂપિયા 44 કરોડનો સમાવેશ થાય છે. જેના પગલે આ રાજ્યો તેમના ખર્ચને પહોંચી વળવા સક્ષમ નથી.
આ પણ વાંચો…બદનક્ષી હવે ગુનો નહીં ગણાય? સુપ્રીમ કોર્ટે આ કેસમાં કરી મહત્વની ટીપ્પણી