નેશનલ

વિશ્ર્વભરના રોકાણકારો માટે ગુજરાત સૌથી મનપસંદ જગ્યા: અમિત શાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિશ્ર્વભરના રોકાણકારો માટે ગુજરાત એ પસંદગીનું સ્થળ છે, કોઈ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા છે એ ભારત છે અને તેમાંય સૌથી વધુ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા હોય તો એ ગુજરાત છે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં બોલતા શાહે વધુમાં કહ્યું હતું કે,૨૦૦૩માં મોદીજીએ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી ત્યારથી અત્યાર સુધી આ ૧૦મી સમિટ છે, આજ હું જોઉં છું ત્યારે અને અત્યારે કઈ અલગ છે. આ યુગ પરિવર્તનની શરૂઆત ૨૦ વર્ષ પહેલાં કરી હતી. ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી વ્હાલું છે. હું વિશ્ર્વાસ સાથે કહું કહું છું મોદીજી ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે.

અમિત શાહે કહ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં ગુજરાતીઓ ઓળખાય છે ઇન્વેસ્ટમેન્ટ લાવનાર તરીકે, પણ મનોજ સિન્હાએ કાશ્મીરમાં રોકાણ કરવાની અપીલ કરી છે તો આપણે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી ત્યાં રોકાણ કરીએ એવી અપીલ કરી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં તમારી સામે હાજર છું. પહેલી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર હતો અને આજે ૧૦મી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર છું. આજ હું જોઉં છું ત્યારે અને અત્યારે કઈ અલગ છે. આ યુગ પરિવર્તનની શરૂઆત ૨૦ વર્ષ પહેલાં કરી હતી. ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી વ્હાલું છે. હું વિશ્ર્વાસ સાથે કહું કહું છું મોદીજી ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. આજ ભારત વિશ્ર્વ મિત્ર બનીને ઊભું થયું છે. ગ્લોબલ સમિટના ૨૦ વર્ષ પૂરા થયા અને આઈડિયાને પ્રમોટ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત મોડલને દેશના અન્ય રાજ્યોએ સ્વીકાર કર્યો છે. ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે. આજ આખા દેશનો વિશ્ર્વાસ બન્યો છે. વિકસિત ભારતનો ગેટ વે ગુજરાત થઈને જઈ રહ્યા છીએ. માંડલ બેચરાજી સૌથી મોટું ઓટો મોબાઈલ હબ રાજકોટ મેડિકલ ડિવાઈસ સહિત ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ખુલ્લું મૂક્યું છે. ભારતે સ્ટ્રક્ચર રિફોર્મ શરૂઆત કરી છે અને ઇકોનોમી ટ્રાન્સફોર્મ કરી રહ્યું છે. આજે ટોપ પાંચ ઇકોનોમીમાં આવી ગયા છીએ. સાયલન્ટ પીએમથી વિઝનરી પીએમની યાત્રા સફળતાની નિશાની છે. પહેલા એવું કહેવાતું કે ગવર્મેન્ટ પેરાલિસિસ થઈ છે. પણ આજે કેટલી બધી પોલિસી બનાવી નાખી છે. હેલ્થ સેસ્ટર એજ્યુકેશન સેક્ટરમાં ભારત આગળ વધશે. નવી શિક્ષા નીતિથી ભારત વિશ્ર્વમાં શિક્ષાનું કેન્દ્ર બનશે. ભારતનું સ્પેસ સેક્ટર નવ બિલિયન ડોલરથી ૪૦ અબજ ડોલર ૨૦૨૪ સુધી બની જશે.

શાહે કહ્યું હતુ કે, આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટ-વે ગુજરાત બન્યું છે. ચાર રાજ્યોના હેડ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ અને ૧૬ ક્ધટ્રી પાર્ટનર્સની સહભાગિતા એ સ્વયં એક સફળ ગાથા છે. નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં ગિફ્ટ સિટીનો મૂકેલો વિચાર આજે વટ વૃક્ષ બન્યો છે
આજે શુક્રવારે અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button