ગુજરાત, મહારાષ્ટ્રના નોકરી કૌભાંડનો પર્દાફાશ
ભુવનેશ્ર્વર: ઓડિશા સરકારની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યુ) એ બુધવારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના અખિલ ભારતીય જોબ રેકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો અને તેમાં કથિત સંડોવણી બદલ ત્રણ જણની ધરપકડ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કથિત રેકેટ ચલાવતી ગેંગના સભ્યો ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં સક્રિય હતા. જોકે, તે રેકેટ મુખ્યત્વે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદથી ચલાવવામાં આવતું હતું. ધરપકડ કરાયેલા બે હૈદરાબાદના છે, જ્યારે ત્રીજો ઓડિશાનો છે. ઇઓડબલ્યુએ એક
નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસ સ્થાનિક દૈનિકમાં પ્રકાશિત જાહેરાતોના સંબંધમાં ઇઓડબલ્યુ દ્વારા હાથ ધરવામાં આવેલી સુઓ મોટુ તપાસ પર આધારિત છે.
ઓડિશાની કેટલીક શાળાઓમાં બિન-શિક્ષણની જગ્યાઓ માટે જાહેરાતો મૂકીને આ ગેંગના સભ્યો લોકોને છેતરતા હતા.
સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા ગુનાહિત દસ્તાવેજો અને લેપટોપ, મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ્સ ઉપરાંત એક લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.