નેશનલ

ગુજરાતને મળ્યું ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ

સુરત એરપોર્ટને સરકારી ગેઝેટમાં કેન્દ્રએ ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત એરપોર્ટના રૂપે ગુજરાતને ત્રીજુ ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું હતું. સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જો કે, ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. આ એરપોર્ટ ગાંધીનગર અને અમદાવાદ બંનેમાં આવેલું છે. આ ઉપરાંત રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. ત્યારે હવે સુરત પણ ઇન્ટરનેશનલ કક્ષાએ ઉડાન ભરી ચુક્યું છે. જેના પગલે સુરતમાં હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, પ્રવાસન ઉદ્યોગ સહિતની વેપાર-ધંધાને વેગ મળશે. આ સાથે વિકસિત ભારત સંકલ્પમાં સુરતનો વિકાસ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. ૧૭મી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા સુરત આવ્યા હતા. તે સમયે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરતની જનતા અને અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ બે ભેટ મળી છે. ડાયમંડ બુર્સની સાથે આજે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બીજી મોટી વાત એ છે કે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. હું સુરતના લોકોને, ગુજરાતના લોકોને આ અદ્ભુત ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અભિનંદન આપું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker