Shaktisinh Gohil Raises Concerns Over Khyati Hospital Scam

Khyati Case માં વધુ એક મોટો ખુલાસો, નફો વધારવા મીટિંગમાં…

Ahmedabad: ખ્યાતિકાંડમાં પકડાયેલા (Khyati Multispeciality Hospital) આરોપીની હાલ પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારી ખુલાસો થયો છે. સરકાર પક્ષે કોર્ટમાં ખ્યાતિ હૉસ્પિટલના ડીરેકટરો મીટિંગમાં નફો વધારવા દબાણ કરતાં હોવાનો જવાબ રજૂ કરી તપાસમાં કડક વલણના એંધાણ આપ્યા હતા. ખ્યાતિ કાંડને ત્રણ સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં ધીમે હદે તપાસ કરવામાં આવી રહી છે. કાંડ થયાના ત્રણ દિવસ પછી ઑપરેશન કરનારો મૂળ ડૉક્ટર અને 15 દિવસ બાદ મુખ્ય સૂત્રધાર ઝડપાયા હતા. તપાસની ધીમી ગતિથી સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી ફેરવી દેવાનો પ્રયાસ શરૂ થયો હોવાની ચર્ચા થઈ રહી છે.

નબળા આર્થિક લોકોને આરોગ્ય ખર્ચના બોજ હેઠળ કચડાવું ન પડે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) શરૂ કરવામાં આવી હતી. પરંતુ યોજનામાં ભ્રષ્ટ અધિકારીઓ, ડૉક્ટરોએ કટકી કરવાની તક ગુમાવી નહોતી. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજ, 2018-19થી 2024-25માં ગુજરાતની માત્ર 5 હૉસ્પિટલને જ પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. જ્યારે બિહારમાંથી 58, કર્ણાટકકમાંથી 176, ઝારખંડમાંથી 184, આંધ્ર પ્રદેશમાંથી 246, ઉત્તર પ્રદેશમાંથી 419, મધ્ય પ્રદેસમાંથી 479 હૉસ્પિટલને યોજનામાંથી બહાર કરવામાં આવી હતી.


Alsor read: ખ્યાતિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા: વધુ પાંચ આરોપીઓની કરી ધરપકડ


રાજ્યસભામાં પણ ખ્યાતિકાંડનો થયો ઉલ્લેખ

મંગળવારે રાજ્યસભામાં (Rajyasabha) પણ ખ્યાતિકાંડનો મુદ્દો ચગ્યો હતો. રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવી કહ્યું, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં ષડયંત્ર રચીને જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ બાબતની પુષ્ટિ રાજ્ય સકરાર દ્વારા નીમવામાં આવેલી તપાસ કમિટએ પણ કરી હોવાથી સમગ્ર બાબતે સીબીઆઈ તપાસ થવી જોઈએ.

Back to top button