ગુજરાત એટીએસે બેંગલુરુથી અલ-કાયદા સાથે સંકળાયેલી શમા પરવીનની ધરપકડ કરી…

બેંગલુરુ : ગુજરાત એટીએસે એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. એટીએસ બેંગલુરુથી અલ-કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષની શમા પરવીન નામની યુવતીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે થોડા દિવસ પૂર્વે ગુજરાત, નોઈડા, દિલ્હી અને યુપીમાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. જયારે શમા પરવીનની ધરપકડ પણ આ જ ક્નેક્શનમાં કરવામાં આવી છે.
શમા પરવીન મૂળ ઝારખંડની વતની
ગુજરાત સરકારે શમા પરવીનની ધરપકડને આતંકી નેટવર્કના પર્દાફાશ કેસમાં મોટી સફળતા ગણાવી છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે શમાનું પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકી વિચારધારાને પ્રોત્સાહિત કરતી હતી.શમા પરવીન મૂળ ઝારખંડની વતની છે.

શમા ધરપકડ કરાયેલા આતંકીઓના સંપર્કમાં હતી
ગુજરાત એટીએસે ત્રણ આતંકીઓની ધરપકડ બાદ મળેલી માહિતીના આધારે શમા પરવીનને બેંગલુરુના હેબ્બલમાંથી ભાડામાં મકાનમાંથી કરવામાં આવી છે. શમા આતંકવાદી મોડ્યુલના સંપર્કમાં છે.શમા હાલમાં ધરપકડ કરાયેલા આતંકીઓના સંપર્કમાં પણ હતી. એટીએસે તેની ધરપકડ કર્યા બાદ બેંગલુરુની સ્થાનિક કોર્ટમાં રજુ કરીને ટ્રાન્ઝિટ વોરંટ મેળવ્યા છે.