જીએસટી સુધારાથી અર્થતંત્રને વેગ મળશે, અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થશે

નવી દિલ્હી : ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દેશમાં જીએસટી સુધારાઓથી અર્થતંત્રને ફાયદો થશે. તેમજ જીએસટી સુધારાઓના લીધે અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થશે. જેનાથી લોકોને વધુ રોકડ ઉપલબ્ધ થશે. નાણામંત્રીએ જીએસટી સુધારા અંગેના કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન આ બાબત જણાવી હતી.
99 ટકા વસ્તુઓ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો
જીએસટી સુધારા અંગેના કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે, ટેક્સ સુધારા બાદ 12 ટકા જીએસટી સ્લેબ હેઠળ આવનારી 99 ટકા વસ્તુઓ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. .
આ બદલાવના લીધે 28 ટકા સ્લેબ હેઠળની 90 ટકા વસ્તુઓ 18 ટકા સ્લેબ આવી ગયા છે. તેમણે કહ્યું કે નવી ટેક્સ વ્ય્વસ્થા મુજબ, જેમાં માત્ર બે સ્લેબ 5 અને 18 ટકાના છે. આ અર્થવ્યવસ્થામાં બે લાખ કરોડ રૂપિયા આવ્યા છે. લોકો પાસે વધુ રોકડ આવી છે.
આપણ વાંચો: લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું
કરદાતાની સંખ્યા 65 લાખથી વધીને 1.51 કરોડ થઈ
નાણા મંત્રીએ કહ્યું કે, જીએસટી રેવન્યુ 2025માં વધીને 22.08 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે લાગુ થયો ત્યારે 7. 19 કરોડ રૂપિયા હતું. તેમજ કરદાતાની સંખ્યા 65 લાખથી વધીને 1.51 કરોડ થઈ છે.
5 અને 18 ટકાના બે સ્લેબ અમલમાં રહેશે
જયારે સરકારનું કહેવું છે કે , જીએસટી સુધારા બાદ મહત્તમ ફાયદો મધ્યમ વર્ગ, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, યુવાનો અને મહિલાઓને મળશે. જીએસટી સુધાર 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ થશે.
કેન્દ્ર સરકારે આ મહિનાની શરુઆતમાં જ જીએસટીના દરોમાં સુધારાની જાહેરાત કરી હતી. જેમાં ચાર સ્તરીય કર માળખાને ઘટાડીને માત્ર બે સ્લેબનું કરમાળખું જાહેર કર્યું છે. હવે 5 અને 18 ટકાના બે સ્લેબ અમલમાં રહેશે. જયારે 12 અને 28 ટકા સ્લેબને નાબુદ કરવામાં આવ્યા છે.