નેશનલવેપાર

18 હજાર બોગસ કંપનીએ સરકારી તિજોરીને લગાવ્યો 25000 કરોડનો ચૂનો, આ રીતે થયો પર્દાફાશ…

GST News: દેશમાં 2017 થી જીએસટી (Goods and Service Tax) લાગુ થયો ત્યારથી લોકો ચોરી કરવાના અવનવા કિમીયા શોધી રહ્યા છે. ટેક્સ અધિકારીઓ (tax officers) દ્વારા 18 હજાર સેલ કંપનીઓ બનાવીને 25 હજાર કરોડ રૂપિયાની ચોરી કર્યાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જીએસટી (GST) વિભાગે રજિસ્ટર્ડ થયેલી આશરે 18 હજાર નકલી કંપનીઓ શોધી કાઢી છે. આ કંપનીઓ દ્વારા આશરે 25 હજાર કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat સરકારની દિવાળી સુધરી, ઓકટોબરમાં GSTની આવક આટલા ટકા વધી

નકલી કંપનીઓ સામે તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ 73 હજાર કંપનીઓની ઓળખ કરી હતી. જેમાં માત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ઉઠાવવા માટે જ સ્થાપવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. આ રીતે કંપનીઓ સરકારી તિજોરીને ચૂનો લગાવતી હતી.

આ પણ વાંચો : દિવાળી ટાણે રાજ્યમાં SGSTની તવાઈ: 3.28 કરોડની કરચોરી ઝડપી

તપાસમાં 18 હજાર કંપનીઓ નકલી નીકળી

અધિકારીઓએ જણાવ્યું કે, નકલી રજિસ્ટર્ડ થયેલી કંપનીઓ સામે દેશવ્યાપી અભિયાન દમિયાન આશરે 73 હજાર જીએસટીઆઈએનની ઓળખ કરવામાં આ હતી. તેમાંથી અંદાજે 18 હજરાનું તો કોઈ અસ્તિત્વ જ નહોતું. આ નકલી કંપનીઓ લગભગ 45,550 કરોડ રૂપિયાની કર ચોરીમાં સામેલ હતી. વિશેષ અભિયાન અંતર્ગત કંપનીઓ દ્વારા આશરે 70 કરોડ રૂપિયાનો સ્વૈચ્છિક જીએસટી ચૂકવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ GST ફ્રોડ કેસમાં આરોપીઓની સંખ્યા આઠ પર પહોચી…

પહેલાં પણ મળી હતી 22 હજાર નકલી કંપનીઓ

સરકારે નકલી જીએસટી રજિસ્ટ્રેશનને લઈ સતત અભિયાન ચલાવી રહી છે. નકલી રજિસ્ટ્રેશન સામે બીજું રાષ્ટ્રવ્યાપી અભિયાન 16 ઓગસ્ટથી ઓક્ટોબરના અંત સુધી ચલાવવામાં આવ્યું હતું. આ પહેલાં નકલી રજિસ્ટ્રેશન સામે ગત વર્ષે 16 મે થી 15 જુલાઈ સુધી ચલાવવામાં આવેલા અભિયાન અંતર્ગત 21,791 કંપનીઓનું કોઈ અસ્તિત્વ જ નહોતું. આ અભિયાન દરમિયાન 24,010 કરોડ રૂપિયાની શંકાસ્પદ કરચોરી ઝડપાઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button