દેશમાં જીએસટી કલેક્શનમાં નવેમ્બર માસમાં વધારો, ગુજરાત સહિત અન્ય રાજયોની આવક પણ વધી

નવી દિલ્હી : દેશમાં નવેમ્બર માસમાં જીએસટી કલેકશનમાં ગત વર્ષની સરખામણી 0.7 ટકા વધીને રૂપિયા 1.70 લાખ કરોડ થયું છે. આ અંગે
સોમવારે સરકારી આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.જયારે રાજ્યોની આવકમાં પણ વધારો થયો છે. જેમાં આ વર્ષે સરકારે સપ્ટેમ્બર માસના જીએસટી ઘટાડો કર્યો હતો. જેના લીધે જીએસટીની આવક 2.3 ટકા ઘટીને રૂપિયા 1.24 લાખ કરોડથી થઈ હતી.
આપણ વાચો: દેશમાં ઓક્ટોબર માસમાં જીએસટી કલેકશનમાં 4. 6 ટકાનો વધારો,તહેવારોમાં ખરીદી વધી
ગુજરાતમાં જીએસટી ક્લેકશન એક ટકા વધ્યું
આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ગયા વર્ષની સરખામણીમાં નવેમ્બરમાં દેશનું જીએસટી કલેકશન વધ્યું છે. જેમા મુખ્ય રાજ્યોમાં જીએસટી કલેકશનમાં વધારો થયો છે.
જેમાં હરિયાણાના જીએસટી કલેકશનમાં 17 ટકા, કેરળના જીએસટી કલેકશનમાં 8 ટકા અને આસામમાં 18 ટકાનો વધારો થયો છે. ગુજરાત અને તમિલનાડુના સંગ્રહમાં અનુક્રમે 1 ટકા અને 2 ટકાનો વધારો થયો છે. રાજસ્થાનમાં પણ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આપણ વાચો: દેશના જીએસટી કલેકશનના 16. 4 ટકાનો વધારો, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ વૃદ્ધિ
ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન 1.96 લાખ કરોડ
સપ્ટેમ્બર માસમાં જીએસટીમાં ઘટાડા બાદ નવેમ્બરમાં જીએસટીની આવક વધારો થયો છે. જે ગત માસની સરખામણીએ ઘટ્યો છે. જેમાં ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન 1.96 લાખ કરોડ થયું હતું કે સપ્ટેમ્બર માસમાં 1.89 કરોડ હતું. જીએસટી કલેક્શનનો આંક મે 2025માં 2 લાખ કરોડને પાર કરી ગયો હતો.



