જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ | મુંબઈ સમાચાર
નેશનલ

જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ

નવી દિલ્હી, તા. ૧ : નવેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીેસટી)ના કલેકશનમાં ૧૫ ટકાનો ઉછાળો આવીને ૧.૬૮ લાખ કરોડ રૂપિયા થયું હોવાની જાહેરાત નાણા મંત્રાલયે કરી હતી. નવેમ્બર ૨૦૨૨માં કલેકશન ૧.૪૫ લાખ કરોડ રૂપિયા હતું.

મંત્રાલયે એક નિવદનમાં કહ્યું હતું કે નવેમ્બર ૨૦૨૩માં ગ્રોસ જીએસટી ૧,૬૭,૯૨૯ કરોડ રૂપિયા વસુલ કરાયો હતો, જેમાંથી સીજીએસટી ૩૦,૪૨૦ કરોડ રૂપિયા અને એસજીએસટી ૩૮,૨૨૬ કરોડ રૂપિયા વસુલ કરાયો હતો. આઈજીએસટી ૮૭,૦૦૯ કરોડ રૂપિયા (જેમાં માલના આયાત પર મળેલા ૩૯,૧૯૮ કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે) અને સેસ ૧૨,૨૭૪ કરોડ રૂપિયા (જેમાં માલની આયાત પર મળેલા ૧,૦૩૬ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે) પ્રાપ્ત થયો હતો. જોકે નવેમ્બર ૨૦૨૩માં કલેકશન ઑક્ટોબરમાં વસુલ કરવામાં આવેલા ૧.૭૨ લાખ
કરોડ કરતાં ઓછો હતો. ઑક્ટોબરનું કલેકશન જીએસટી શરૂ કર્યા બાદનો બીજા નંબરનું મોટું કલેકશન છે.

નવેમ્બરનું કલેકશન ગયા વર્ષના નવેમ્બર કરતાં ૧૫ ટકા વધુ છે અને ૨૦૨૩-૨૪ દરમિયાનનું કોઈ પણ મહિનાનું ઈયર ઓન ઈયર પ્રમાણે સૌથી વધારે છે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button