પંજાબમાં માર્ગ અકસ્માતમાં વરરાજા સહીત ચારનાં મોત
મોગાઃ પંજાબના મોગામાં અજીતવાલ નગર પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. ફાઝિલ્કાના ગામ ફૌજાથી લુધિયાણાના બદ્દોવાલ જઈ રહેલી વરરાજાની કાર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી.
આ દુર્ઘટનામાં વરરાજા સુખવિંદર સિંહ સહિત ચારના મોત થયા હતા. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ જગરાંવની હોસ્પિટલમાં અન્ય બેના મોત થયા હતા તથા અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃતક વરરાજાની ઓળખ સુખવિંદર સિંહ, અન્યની ઓળખ અર્શદીપ નામની ચાર વર્ષની છોકરી અને અંગ્રેજ સિંહ તરીકે થઈ છે. સમાજ સેવા સમિતિના વડા ગુરસેવક સિંહ સન્યાસી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
મૃતક સુખવિંદર સિંહ પેઇન્ટિંગનું કામ કરતો હતો. તેની બે બહેનો પરિણીત છે અને એક ભાઈ પરિણીત છે. સૌથી નાનો હતો સુખવિંદર સિંહ, જે આજે બડ્ડોવાલમાં રહેતી એક યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. અજીતવાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત અકસ્માત બાદ નુકસાન પામેલી કારનો કબજે લેવામાં આવ્યો છે.