સરકારી નોકરીમાં પ્રમોશનને અધિકાર ગણી શકાય નહિ, બંધારણમાં કોઈ માપદંડ નથી : સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી : સરકારી નોકરીમાં મળતા પ્રમોશનને (promotion in government job) લઈને સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. કોર્ટે કહ્યું છે કે સરકારી કર્મચારીને પ્રમોશન આપવાના માપદંડનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી. સરકાર અને કાર્યપાલિકા પ્રમોશનને લગતા માપદંડો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે પોતાના સરકારી અધિકારીના પ્રમોશનને લગતા મુદ્દા પણ મહત્વની ટિપ્પણી કરી હતી.
કોર્ટે તેમના નિર્ણયમાં ઉમેર્યું હતું કે , “રોજગારની પ્રકૃતિ અને ઉમેદવારની અપેક્ષિત કાર્યોના આધારે પ્રમોષનના પદોમાં ખાલી જગ્યા ભરવાની પદ્ધતિ વિધાનસભા અથવા કારોબારી નક્કી કરે છે.” પ્રમોશન માટે જે રીત અપનાવવામાં આવી છે તેથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા યોગ્ય છે કે નહિ તે અંગે ન્યાયતંત્ર સમીક્ષા કરી શકે નહિ. આ નિર્ણય કોર્ટે ગુજરાતમાં જિલ્લા ન્યાયધીશોની પસદંગી પર ચાલી રહેલા વિવાદ પર પોતાનો ચુકાદો આપતા જણાવ્યો હતો.
આ પણ વાંચો : લ્યો બોલો, સરકારી નોકરી મેળવવા રૂ.૬૦/- લાખ વેડફી માર્યા!
જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું હતું કે, “આપણે ત્યાં મોટાભાગે એવી ધારણા હોય છે કે લાંબા સમય સુધી સેવા આપનાર કર્મચારી સંસ્થા પ્રત્યે વફાદાર હોવાની માન્યતા છે. આથી તેઓ તેમની પૂરી કરિયર દરમિયાન સંસ્થા તરફથી સરખો વ્યવહાર મેળવવા માટે હકદાર છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સુપ્રીમ કોર્ટે સતત એ વાત પર ભાર મૂક્યો છે કે જ્યાં લાયકાત અને સિનિયોરિટીના સિદ્ધાંત પર પ્રમોશનનો નિર્ણય કરવા સમયે લાયકાત પર ભાર મૂકવો જોઈએ.