PoKમાં ચાલતા પ્રદર્શનથી સરકાર આવી હરકતમાં; તાત્કાલિક કેમ 2300 કરોડનું બજેટ ફાળવ્યું ?

નવી દિલ્હી : પાકિસ્તાન કબ્જા હેઠળના કશ્મીર (Pakistan Occupied Kashmir – POK)માં સ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાઈ રહી છે. લોકો પાકિસ્તાન સરકાર વિરુધ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોના પ્રદર્શનમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. પીઓકેમાં થઈ રહેલા પ્રદર્શનો બાદ સરકાર હરકતમાં આવી છે. આંદોલનકારીઓને શાંત કરવા માટે પાકિસ્તાન સરકારે 2300 કરોડ રૂપિયાનું વિશેષ બજેટ પીઓકે માટે ફાળવ્યું છે.(approves PKR 2,300 crore)
પાકિસ્તાન કબ્જા હેઠળના કશ્મીર (Pakistan Occupied Kashmir – POK)માં સ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાઈ રહી છે. ચારે બાજુ હિંસાનું વાતાવરણ છે. લોકો પાકિસ્તાન સરકાર વિરુધ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોના પ્રદર્શનમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. પીઓકેની અંદર હવે આઝાદીના નારાઓ ગુંજી રહ્યા છે. લોકોએ વીજળી અને જીવન જરૂરિયાત વસ્તુઓની કિંમતમાં થયેલા ભાવ વધારા બાદ લોકોએ સ્થાનિક સરકાર વિરુધ્ધ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
પાકિસ્તાનમાં આ પ્રદર્શન જમ્મુ કશ્મીર જોઇન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ના નેજા હેઠળ ચાલી રહ્યું છે. આ કમિટીમાં સૌથી વધુ સંખ્યા નાના વેપારીઓની છે, કમિટી દ્વારા છેલ્લા 4 દિવસથી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ વેપારીઓએ દુકાનોના શટર બંધ કરી દીધા હતા અને ત્યારબાદ હડતાળ પાડવામાં આવી હતી. કમિટી દ્વારા મુજ્જફરાબાદની એક રેલી પણ કાઢવામાં આવી હતી.
આ દરમિયાન જમ્મુ કશ્મીર જોઇન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ના પ્રવકતા હાફિજ હમદાનીનું નિવેદન સામે આવ્યુ હતું, તેમણે કહ્યું હતું કે પ્રદર્શન દરમિયાન થઈ રહેલી હિંસાઓથી કમિટીને બદનામ કરવામાં આવી રહી છે.
PoKમાં કેમ થઈ રહ્યું છે પ્રદર્શન ?
પીઓકેના લોકોએ પાકિસ્તાનની સરકાર સામે ભેદભાવ કરવાના આરોપ લગાવ્યા હતા. લોકોનું કહેવું છે કે લોટ, દૂધ જેવી સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ખૂબ જ વધ્યા છે. લોકોમાં ઘઉં પર અપાતી સબસિડી બંધ કરવા, ટેક્સ અને વિયાજલી જેવા મુદાઓને લઈને સરકાર સામે ભારે રોષ વ્યાપ્યો છે. લોકોનુ કહેવું છે કે પાકિસ્તાન સરકારે બેરોજગારીને લઈને કોઈ જ પગલાં લીધા નથી. પીઓકેમાં સેનાનાં કાફલામા વધારો કરાઇ રહ્યો છે પરંતુ તેનો લાભ સ્થાનિક લોકોને મળતો નથી. પાકિસ્તાનની કુલ વીજળી જરૂરિયાતના 20 ટકા વીજળી પીઓકે સ્થિત મંગલા ડેમ ઉત્પન્ન કરે છે, તેમ છતાં તેમાથી માત્ર 30 ટકા જ પીઓકે માટે વાપરવામાં આવે છે. જ્યારે સૌથી વધુ ઉપયોગ પંજાબ માટે કરવામાં આવે છે.
પીઓકેમાં થઈ રહેલા પ્રદર્શનનું એક કારણ અમીર લોકો અને ગરીબ લોકો વચ્ચે થઈ રહેલા ભેદભાવને મનાઈ રહ્યો છે. અમીર લોકોને 24 કલાક વીજળી મળી રહી છે, જ્યારે ગરીબ લોકોને દિવસના 4થી 6 કલાક જ વીજળી મળે છે. જેની સૌથી વધુ અસર નાના વેપારીઓ પર થઈ રહી છે. જ્યારે પાકિસ્તાનનાં નાણાં મંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે કમિટીનાં આરોપો પાયવિહોણા છે. સરકારે આ માંગોને આ પહેલા પણ સ્વીકારી છે પરંતુ પાછળથી કમિટીએ પીછેહટ કરી હતી.
આંદોલન બાદ સરકાર હરકતમાં આવી :
પીઓકેમાં થઈ રહેલા પ્રદર્શનો બાદ સરકાર હરકતમાં આવી છે. પીઓકેનાં વડાપ્રધાન ચૌધરી અનવર હકે તાત્કાલિક વીજળી દરોમાં ઘટાડો કર્યો હતો. તો બીજી બાજુ આંદોલનકારીઓને શાંત કરવા માટે પાકિસ્તાન સરકારે 2300 કરોડ રૂપિયાનું વિશેષ બજેટ પીઓકે માટે ફાળવ્યું છે. રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ પણ લોકોને વાતચીતના માધ્યમથી આ મુદ્દાનું સમાધાન મેળવવાની અપીલ કરી હતી.