Hathras દુર્ઘટનાના એસઆઈટી રિપોર્ટ બાદ સરકાર એક્શનમાં, SDM સહિત છ અધિકારી સસ્પેન્ડ

લખનૌ : હાથરસ(Hathras) દુર્ઘટના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તપાસ રિપોર્ટ બાદ સરકાર એક્શનમાં આવી છે. જેની બાદ સરકારે SDM સહિત છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સિકંદરરાવના તહસીલદારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી જવાથી 121 લોકો માર્યા ગયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલાની તપાસ માટે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટ હવે હાથરસ કેસની સુનાવણી કરશે
આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે તેવી માહિતી પણ સામે આવી રહી છે. નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલ પર વહેલી તકે સુનાવણીની માંગ કરવામાં આવી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો છે.
આયોજન સમિતિ અને વહીવટીતંત્રની બેદરકારી
એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે સત્સંગનું આયોજન કરતી સમિતિની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે. આ ઉપરાંત વહીવટીતંત્ર પર પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. જો કે રિપોર્ટમાં ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી અનુસાર, SITના આ રિપોર્ટમાં 119 લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
મોટા ખુલાસા થવાની આશા
તપાસ ટીમમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢના કમિશનર ચૈત્રા વી. SITએ કહ્યું છે કે આ મામલામાં સંપૂર્ણ તપાસની જરૂર છે. જેના કારણે ઘટના સાથે જોડાયેલા કેટલાક મોટા ખુલાસા થવાની આશા રાખી શકાય છે.
SITની તપાસમાં શું છે?
એસઆઈટીએ તેની તપાસ દરમિયાન યુપી પોલીસના ઘણા ઉચ્ચ અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. જેમાં હાથરસના ડીએમ આશિષ કુમાર અને એસપી નિપુન અગ્રવાલના નામ પણ હતા.
પોલીસ અધિકારીઓના નિવેદનો પણ સામેલ કરવામાં આવ્યા
SITના ખુલાસામાં મુખ્ય મુદ્દો સત્સંગમાં ભાગ લેનારા લોકોની સંખ્યા સાથે સંબંધિત હતો.સત્સંગમાં 2 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી, જ્યારે અધિકારીઓએ 80,000 લોકોની પરવાનગી માંગી હતી. જે દિવસે નાસભાગ થઈ તે દિવસે 2 જુલાઈએ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓના નિવેદનો પણ સામેલ કરવામાં આવ્યા છે.
બેદરકારી માટે આયોજકો સૌથી વધુ જવાબદાર
SIT રિપોર્ટમાં પીડિતોના પરિવારજનોના નિવેદનો પણ સામેલ છે. અગાઉ, ઉત્તર પ્રદેશ ન્યાયિક પંચની ટીમે હાથરસ નાસભાગ કેસમાં અનેક પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્થળનું નિરીક્ષણ કર્યા વિના જ કાર્યક્રમની પરવાનગી આપી દીધી હતી. જો વહીવટી તંત્રએ તૈયારી કરી હોત તો આવી ઘટનાને બનતી અટકાવી શકાઈ હોત. બેદરકારી માટે આયોજકો સૌથી વધુ જવાબદાર હોવાથી તેમની સામે કાર્યવાહી થવાની સંભાવના છે.
Also Read –