નેશનલ

સિયા બાઈ એ કહ્યું કે ઘૂંઘટ નહી ખોલું સામે જેઠ બેઠા છે. પણ એ જેઠ કોણ….

ભોપાલ: રાજ્યપાલ મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે તેમને એક સભાનું સંબોધન કર્યું હતું અને ત્યાં તમામ લોકોને પોતાના પ્રશ્ર્નો રજૂ કરવાની પણ તક આપવામાં આવી હતી. ત્યારે આ સમય દરમિયાન એક દલિત મહિલાને સ્ટેજ પર પોતાના વિચારો વ્યક્ત કરવાની અને પ્રશ્ર્નોની રજૂઆત કરવાની તક આપવામાં આવી હતી. ત્યારે એક મહિલા ઘૂંઘટ કાઢીને સ્ટેજ પર પહોંચી તો નેતાઓ અને અધિકારીઓએ તેને ઘૂંઘટ હટાવીને રજૂઆત કરવાનું કહ્યું. ત્યારે મહિલાએ કહ્યું કે ઘૂંઘટ નહીં ખોલે કારણકે સામે જેઠ બેઠા છે.

નોંધનીય છે કે રાજ્યપાલ મંગુભાઈ પટેલ વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેવા માટે ગુનૌર વિધાનસભા ક્ષેત્રના ચોપડા ગામમાં આવ્યા હતા. જ્યાં સિયા બાઈ નામની મહિલાને સ્ટેજ પરથી પોતાના વિચારો વ્યક્ત કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. મહિલાની સાથે અન્ય ત્રણ લોકોને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યારે સિયા બાઈને ઘૂંઘટ હટાવીને વાત કરવા જણાવ્યું તો તેમને એમ કરવાની ના પાડી કારણકે તેમના જેઠ સામે બેઠા હતા. અને વારે વારે તો આ વાક્યને બોલી રહ્યા હતા આથી સામે બેઠેલા લોકો પણ હસવા લાગ્યા અને વાતો કરવા લાગ્યા કે શું સિયા બાઈ રાજ્યપાલના ઘરની વહુ છે.


જો કે સિયાબાઈ કોને પોતાના જેઠ કહેતી હતી તેની જાણ કોઈને નથી. પરંતુ આ બાબતની લોકોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. સિયા બાઈએ મંચ પરથી પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને અન્ય ઘણી યોજનાઓની પ્રશંસા કરી અને નારા પણ લગાવ્યા હતા.


રાજ્યપાલ મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે સિયા બાઈએ જે હિંમતથી મંચ પર પોતાના વિચારો રજૂ કર્યા તે પ્રશંસાને પાત્ર છે. તેમજ જે રીતે તેમણે તેમને વિચારોની રજૂઆત કરી તે પણ વખાણવા લાયક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button