સંસદ ભવન સંકુલની સુરક્ષા સીઆઇએસએફને સોંપવાનો સરકારનો નિર્ણય | મુંબઈ સમાચાર
નેશનલ

સંસદ ભવન સંકુલની સુરક્ષા સીઆઇએસએફને સોંપવાનો સરકારનો નિર્ણય

નવી દિલ્હી: તાજેતરમાં સરકારે સુરક્ષા કવચમાં ચૂકને પગલે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ને સોંપવાનો નિર્ણય કર્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

સીઆઇએસએફ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ(સીએપીએફ) છે. જે હાલમાં પરમાણું અને એરોસ્પેસ ડોમેન, સિવિલ એરપોર્ટ અને દિલ્હી મેટ્રોના સ્થાપનો સિવાય દિલ્હીમાં કેન્દ્ર સરકારની ઘણા મંત્રાલયોની ઇમારતોની રક્ષા કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેક્ષણ માટે નિર્દેશ આપ્યો હતો. જેથી વ્યાપક રીતે સીઆઇએસએફ સુરક્ષા અને ફાયર વિંગ નિયમિત તૈનાત થઇ શકે.

સીઆઇએસએફના સરકારી બિલ્ડિંગ સિક્યોરિટી (જીબીએસ) યુનિટના નિષ્ણાંતો, જે કેન્દ્ર સરકારના મંત્રાલયોની રક્ષા કરે છે અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ સાથે દળના ફાયર કોમ્બેટ અને રિસ્પોન્સ ઓફિસર્સ આ સપ્તાહના અંતમાં સર્વેક્ષણ હાથ ધરશે. નવા અને જૂના બંને સંસદ સંકુલ અને તેમની સંલગ્ન ઇમારતોને સીઆઇએસએફના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે. જેમાં સંસદ સુરક્ષા સેવા(પીએસએસ), દિલ્હી પોલીસ અને સંસદ ફરજ જૂથ (પીડીજી)ના વર્તમાન તત્વો પણ હશે. સીઆરપીએફના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિ સંસદ સંકુલની એકંદર સુરક્ષા મુદ્દાઓની તપાસ કરી રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુધારા માટે ભલામણો કરશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button