નેશનલ

હવે ઘઉંની સટ્ટાબાજી પર સરકાર આ રીતે કરશે નિયંત્રણઃ આવતીકાલથી નવો નિયમ લાગુ

નવી દિલ્હી: પહેલી એપ્રિલથી દેશમાં ઘઉંના ટે્રડરો તથા પ્રોસેસર્સે દર સપ્તાહે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનો રહેશે. હાલની સ્ટોક મર્યાદા 31મી માર્ચના સમાપ્ત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે.

ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા જણાવાયું છે કે, દેશમાં અન્ન સલામતિ જાળવવા અને સટ્ટાખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે ટે્રડરો, રિટેલરો, હોલસેલરો તથા પ્રોસેસરો માટે પહેલી એપ્રિલથી દર શુક્રવારે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનું ફરજિયાત બનાવાયું છે.

ઘઉંની સ્ટોક લિમિટનું ધોરણ દરેક માટે 31મી માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. સ્ટોકની સ્થિતિ ટે્રડરોએ સરકારી પોર્ટલ પર જાહેર કરવાની રહેશે. દેશમાં ઘઉંના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવાના થતાં પ્રયાસો પર સરકાર સખત દેખરેખ રાખી રહી છે.
દરમિયાન સરકારે દેશના વિવિધ રાજ્યોમાં રવી મોસમના ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. મુખ્ય રવી પાક ઘઉંની લણણી પહેલા જ દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધી જતા અને હળવા વરસાદને કારણે ઘઉંનું ઉત્પાદન નીચું ઊતરવાની શકયતા જોવાઈ રહી છે.

બીજી બાજુ સરકાર દ્વારા તાજેતરમાં ઘઉંના કરાયેલા ઓકશનમાં મોટાભાગનો માલ ઉપડી ગયો હતો. ઘઉંનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતાએ ઓકશનમાં ઓફર ભાવમાં વધારો જોવા મળ્યો હતો, આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર ઘઉંના સ્ટોકસ પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો:  આજે ઈદની નમાઝ; દિલ્હીથી લઈને નાગપુર, બંગાળમાં પોલીસની ‘બાજ નજર’…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button