નેશનલ

Spam Calls અને Messagesથી મળશે રાહત! સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઈન્સ

નવી દિલ્હી: મોબાઈલ યુઝર્સ માટે અવારનવાર આવતા સ્પામ કોલ અને મેસેજ માથાના દુઃખાવા (Spam Calls and Messages) સમાન છે. યુઝર્સને થતી હેરાનગતિ રોકવા માટે સરકારે ઘણા પગલા ભર્યા છે, છતાં સ્પામ કોલ્સ અને મેસેજીસ પર કાબુ નથી મેળવી શકાયો. એવામાં હવે સરકાર નવી યોજના બનાવી રહી છે. કસ્ટમર અફેરના સચિવ નિધિ ખરેએ તાજેતરમાં જણાવ્યું હતું કે ગ્રાહકોને હેરાન કરતા સ્પામ કોલ્સ અને મેસેજીસથી બચાવવા માટે ટૂંક સમયમાં નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે.

અગાઉ જૂન મહિનામાં, અનિચ્છનીય કૉલ્સ અને ટેક્સ્ટ મેસેજીસ રોકવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.

ખરેએ જણાવ્યું હતું કે વિભાગ સમસ્યા પર કામ કરી રહ્યું છે અને વિવિધ ગ્રુપ્સ, ખાસ કરીને ટેલિકોમ ઉદ્યોગ સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોના હિતોને પ્રાધાન્ય આપવાનો અને ટેલિકોમ રેગ્યુલેટરને જરૂરી સત્તાઓ આપવાનો છે જેથી નવા ફેરફારો લાગુ કરી શકાય.

નવી સ્પષ્ટ ગાઈડલાઈન્સની માંગ:
ટેલિકોમ ઉદ્યોગે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક સુરક્ષા માટે સ્પષ્ટ ગાઈડલાઈન્સ આપવાની માંગી છે. સચિવ ખરેએ ખાતરી આપી હતી કે વિભાગ આ અંગે સક્રિયપણે કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે.

તાજેતરમાં જ ટેલિકોમ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (COAI)એ વિભાગને આ ગાઈડલાઈન્સ અંતિમ સ્વરૂપ આપવા વિનંતી કરી છે.

ગાઈડલાઈન્સમાં શું હશે:
ડ્રાફ્ટ ગાઈડલાઈન્સમાં ઉલ્લેખ છે કે કોઈપણ કમ્યુનિકેશન કે જે રિસીવરની ચોઈસ અને મંજુરીને માન નથી આપતું તેને અનવોન્ટેડ ગણવામાં આવશે. વધુમાં, ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરતા કોમર્શિયલ મેસેજીસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

Also Read – Supreme Court એ ખેડૂત આંદોલન મુદ્દે દાખલ અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર

આ ગાઈડલાઈન્સનો હેતુ કસ્ટમર્સને અનિચ્છનીય કોલ્સથી બચાવવાનો છે, ખાસ કરીને અનરજીસ્ટસ્ટર્ડ બીઝનેસથી. નોંધાયેલા ટેલિમાર્કેટર્સ સામે ‘ડૂ નોટ ડિસ્ટર્બ’ રજિસ્ટ્રી થોડી અસરકારક રહી છે, ત્યારે અનરજિસ્ટર્ડ નંબરો પરથી કૉલ્સ હજુ પણ એક મોટી સમસ્યા છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 2018માં સ્પામ કોલ્સ રોકવા માટે નિયમો રજૂ કર્યા હતા, તાજેતરમાં આ નિયમોને મજબૂત કરવા માટે નવી સૂચનાઓ જાહેર કરી હતી. TRAI એ મેસેજીસ ટ્રૅક કરવા સિસ્ટમ સેટ કરવા માટે 11 ડિસેમ્બરની અંતિમ તારીખ નક્કી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button