સરકાર કરી રહી છે તમારી જાસૂસી, જાણી લો સાચી હકીકત?

નવી દિલ્હીઃ સરકાર તમારા સોશિયલ મીડિયા કે ફોન કોલની જાસૂસી કરી રહી છે કે નજર રાખી હોવાના મેસેજ ફરી રહ્યા છે એ મુદ્દે સરકાર હરકતમાં આવી ગઈ છે. અલબત્ત, વોટેસએપ અને અન્ય મેસેજિંગ એપ્લિકેશન પર એક મેસેજ જોરદાર વાઈરલ થયો છે, જેમાં ભારત સરકારે હવે નવા સંચાર નિયમ અન્વયે સોશિયલ મીડિયા અને ફોન કોલની નજર રાખી રહી હોવાનો દાવો કર્યો છે. જોકે, આ મુદ્દે પ્રેસ ઈન્ફર્મેશન ઓફ બ્યુરો (PIB)એ ફેક્ટ ચેક કરીને સૌથી મોટો ખુલાસો કર્યો છે, જેમાં સૌ નાગરિકોને બનાવટી મેસેજથી દૂર રહેવાનો પણ અનુરોધ કર્યો છે.
ભારતમાં જિયો, એરટેલ, વોડાફોન, બીએસએનએલ સહિત અન્ય ટેલિકોમ કંપની છે, જ્યારે એના સિવાય અનેક સોશિયલ મીડિયા એપ્લિકેશન છે. એની મદદથી યૂઝર્સ એકબીજાની સાથે કનેક્ટ રહે છે. સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ પરથી અનેક માહિતી મળી રહે છે, પરંતુ એમાં એક ફેક મેસેજ સર્કુલેટ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા હવે નવા સંચાર નિયમ અન્વયે સોશિયલ મીડિયા અને ફોન કોલની નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:આર્થિક છેતરપિંડી વાયા સોશિયલ મીડિયા
આ અંગે પીઆઈબી ફેક્ટ ચેકએ જણાવ્યું છે કે જે તે દાવા કરવામાં આવી રહ્યા છે એ ખોટા છે. ભારત સરકાર દ્વારા આવો કોઈ નિયમ લાગુ પાડવામાં આવી રહ્યો નથી તેની સાથે અન્ય પોસ્ટમાં જણાવ્યું છે કે આ પ્રકારની કોઈ ગેરકાયદે માહિતી પણ ફોરવર્ડ કરવી નહીં. સોશિયલ મીડિયા એક્સ પણ પીઆઈબીએ જણાવ્યું છે કે આ દાવા બનાવટી છે, જેમાં વિસ્તૃતમાં જણાવ્યું છે.
સોશિયલ મીડિયા ફેક મેસેજ વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને એવી પોસ્ટ, વીડિયો વગેરેને પોસ્ટ યા શેર કરતા બચો. આ બાબત લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે એવી પણ પીઆઈબીએ ચેતવણી આપી છે. આ ઉપરાંત, પીઆઈબીએ જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારના ખોટા-બનાવટી મેસેજમાં ફસાશો નહીં. સૌથી પહેલા એની હકીકત જાણો. વાસ્તવિકતા માટે તમે ગૂગલ પણ સાચી માહિતી મળી શકશ