PM Modiએ કોને પૂછ્યું કે સરકારી યોજનાઓ પહોંચે છે કે નહીં
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ સાધવાની અજબ શક્તિ ધરાવે છે. પોતાની સરકાર અને પ્રધાનો બરાબર કામ કરે છે કેનહીં તે લોકો પાસેથી જ જાણતા હોય છે. આજે પણ આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યુ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જેમા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલી લાભાર્થીઓને સંબોધન કર્યુ, જિલ્લામાં કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયુ ,રાજ્યમાં 2993 કરોડના ખર્ચે 1,31,454 આવાસો બનાવ્યાં છે. આ લોકાર્પણ દરમિયાન વડા પ્રધાને લાભાર્થી મહિલાઓ સાથે વાત હતી તેમણે મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળે છે કે નહીં તેમ પૂછ્યુ હતું.
પીએમ મોદી ગુજરાતમાં સવા લાખ લોકોને આવાસ યોજનાના મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવ્યો છે. ડીસા, કુંભારીયા અને જલોત્રા ખાતે આ આવાસોનું લોકાર્પણ કર્યુ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત પંડિત દીન દયાળ યોજનાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં રૂ. 2,993 કરોડના ખર્ચે 13,1454 આવાસો બનાવ્યા છે. બનાસકાંઠામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3063, આંબેડકર આવાસ યોજનાના 521 અને પંડિત દીન દયાળ યોજનાના 354 મળી કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌને ઘરનું ઘર પોસાય તેમ ન હોય ત્યારે દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવા ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી હતી. છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૩.૪૨ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૮.૨૮ લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૫.૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.