અમેરિકાએ ભારતીય ઈમિગ્રન્ટ્સને બેડી બાંધવા મુદ્દે સંસદમાં સરકારે આપ્યું નિવેદન, અમે ચિંતા કરી પણ…

નવી દિલ્હી: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહી કરીને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. અમેરિકા દ્વારા ભારતીયોને જે રીતે પાછા મોકલ્યા તેની વ્યાપક ટીકા થઈ હતી. 5 ફેબ્રુઆરીના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે 104 ભારતીય નાગરિકોને ગુનેગારોની જેમ હાથ-પગ બાંધીને ભારત મોકલ્યા હતા. આ મુદ્દે દેશમાં ખૂબ જ વિરોધ થયો હતો જ્યારે હવે આ મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો હતો. આ મામલે સરકારે જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો : હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી ‘રોકડ’નો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસે આપ્યું આ નિવેદન
યુએસ અધિકારીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરી
સાંસદ હરસિમરત કૌર બાદલ અને ટી. એમ. સેલ્વાગણપતિ દ્વારા વિદેશ પ્રધાનને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દેશનિકાલ કામગીરી દરમિયાન ભારતીય નાગરિકો સાથે માનવીય વર્તનની અપેક્ષા અંગે અમેરિકા સાથે સંપર્કમાં છે. મંત્રાલયે 5 ફેબ્રુઆરીના રોજ ભારતમાં ઉતરેલી ફ્લાઇટમાં ડિપોર્ટ કરનારા સાથેના વર્તન ખાસ કરીને મહિલાઓ પર બેડીઓના ઉપયોગ અંગે યુએસ અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : ભારતનો બાંગ્લાદેશને સ્પષ્ટ જવાબ; વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક નહીં થાય
મહિલા કે બાળકો પર કોઇ પ્રતિબંધ નહિ
આગળ તેમણે જણાવ્યું હતું કે દેશનિકાલ સંદર્ભે નવેમ્બર 2012થી અમલમાં આવેલ યુ.એસ. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયામાં દેશનિકાલ કરાયેલા લોકો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જ્યારે મહિલાઓ અને સગીરોને સામાન્ય રીતે બેડીઓથી બાંધવામાં આવતા નથી. આ કિસ્સામાં દેશનિકાલ ફ્લાઇટના ઇન્ચાર્જ ફ્લાઇંગ ઓફિસરનો નિર્ણય અંતિમ હોય છે. અમેરિકાના પક્ષે પુષ્ટિ આપી છે કે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ભારતમાં ઉતરેલી ફ્લાઇટ્સમાં કોઈ મહિલા કે બાળકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો.