ટોપ ન્યૂઝનેશનલ

NEET-UG પેપર લીક અને ગેરરીતિ કેસની તપાસ CBIને સોંપવામાં આવી

નવી દિલ્હી : દેશમાં પેપર લીક(Paper Leak)કૌભાંડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલી રહેલી ગેરરીતિ અંગે ટીકાનો સામનો કરી રહેલી એનડીએ સરકારે શનિવારે અનેક નિર્ણયો લીધા હતા. નીટ યુજી (NEET-UG)પરીક્ષામાં ગેરરીતિની તપાસની જવાબદારી સીબીઆઈને (CBI)ને સોંપવામાં આવી છે. સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વડાને હટાવ્યા છે. આ ઉપરાંત એજન્સીની કામગીરીની સમીક્ષા કરવા માટે એક પેનલની રચના કરવામાં આવી હતી.

કેસને વ્યાપક તપાસ માટે સીબીઆઈને સોંપાયો

કેન્દ્ર સરકારે નીટ-પીજી ( NEET-PG)પ્રવેશ પરીક્ષા પણ મોકૂફ રાખી છે. ગયા અઠવાડિયે સરકારે UGC-NET પરીક્ષા રદ કરી હતી. સરકારને જાણ હતી કે NETનું પ્રશ્નપત્ર ડાર્કનેટ અને ટેલિગ્રામ પર લીક થયું છે.મંત્રાલયે કહ્યું કે NEET-UG પરીક્ષામાં કથિત અનિયમિતતા, છેતરપિંડી અને ગેરરીતિના મામલા પ્રકાશમાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પારદર્શિતા જાળવવા માટે આ કેસને વ્યાપક તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાને NET પેપર લીક થવાનો ઇનકાર કર્યો

જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે રાત્રે જાહેરાત કરી કે તે તાજેતરના સમયમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓના આક્ષેપોને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે NEET-PG પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી રહ્યું છે. UGC-NET મુલતવી રાખવામાં આવ્યાના એક દિવસ બાદ આ નિર્ણય આવ્યો છે. જો કે, ધર્મેન્દ્ર પ્રધાને NET પેપર લીક થવાનો ઇનકાર કર્યો હતો.

Also Read: આવતીકાલે યોજાનાર NEET PGની પરીક્ષા મોકૂફ: NTA પ્રમુખને કરાયા ફરજમુક્ત

પીએમ મોદી પેપરલીક રેકેટ અને એજ્યુકેશન માફિયા સામે લાચાર : રાહુલ

જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે પીએમ મોદીના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “હવે NEET-PG પણ મુલતવી રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં બરબાદ થયેલી શિક્ષણ પ્રણાલીનું આ બીજું કમનસીબ ઉદાહરણ છે. હવે સ્પષ્ટ છે કે દરેક વખતે ચૂપચાપ શો જોનારા મોદી પેપરલીક રેકેટ અને એજ્યુકેશન માફિયા સામે સંપૂર્ણપણે લાચાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button