અકસ્માતનો ભોગ બનેલાઓ માટે કેશલેસ સારવાર શરૂ કરવાની સરકારની યોજના
નવી દિલ્હી: દેશમાં રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે આવનારાં ત્રણથી ચાર મહિનામાં કેશલેશ સારવાર શરૂ કરવાની રોડ, પરિવહન અને હાઈવે ખાતાની યોજના હોવાનું ટોચના સરકારી અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (આઈઆરટીઈ) દ્વારા યોજવામાં આવેલા એક સમારોહ દરમિયાન રોડ, પરિવહન અને હાઈવે ખાતાના સચિવ અનુરાગ જૈને કહ્યું હતું કે રોડ અકસ્માતમાં થતાં મૃત્યુને મામલે ભારત વિશ્ર્વમાં ટોચના ક્રમે છે.
અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને મફત અને કેશલેશ સારવાર આપવી એ સુધારિત મોટર વ્હીકલ ઍક્ટ ૨૦૧૯ (એમવીએ૨૦૧૯)નો હિસ્સો હોવાનું તેમણે કહ્યું હતું.
અમુક રાજ્યોએ આ કાયદો અમલમાં મુક્યો છે, પરંતુ હવે રોડ પરિવહન ખાતું આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતા સાથે મળીને દેશભરમાં આ કાયદો સંપૂર્ણપણે અમલી બનાવશે, એમ તેમણે કહ્યું હતું.
ત્રણથી ચાર મહિનામાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને નજીકમાં નજીકની યોગ્ય હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને કટોકટીભર્યા ગણતરીના પ્રથમ કલાકોમાં પણ કેશલેશ સારવાર આપવામાં આવશે.
અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને ગણતરીના પ્રથમ કલાકોમાં મળેલી સારવાર ઘણો ફરક પાડી શકે છે. શાળા અને કૉલેજોમાં રોડ સુરક્ષાનો અભ્યાસક્રમ દાખલ કરવા માટે કેન્દ્રનું
શિક્ષણ ખાતું સહમત થયું હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી) ઉ