હે! MPમાં ભગવાન સત્યનારાયણની કથા માટે કર્મચારીએ જાહેર કરી સરકારી 'નોટશીટ', પત્ર થયો વાયરલ | મુંબઈ સમાચાર
નેશનલ

હે! MPમાં ભગવાન સત્યનારાયણની કથા માટે કર્મચારીએ જાહેર કરી સરકારી ‘નોટશીટ’, પત્ર થયો વાયરલ

ભોપાલ: મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. આ કિસ્સો પીડબ્લ્યુડી વિભાગ સાથે સંકળાયેલો છે, જેમાં પીડબ્લ્યુડી વિભાગના ચીફ ઈજનેર સંજય માસ્કેનો એક પત્ર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તેમને પોતાના સરકારી બંગલા પર સત્યનારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદીનું આયોજન કર્યું છે, અને આ માટે તેમણે તેમના વિભાગના તમામ અધિકારીઓને આમંત્રણ આપવા માટે સરકારી આદેશની જેમ નોટશીટ (સરકારી પત્ર) જાહેર કરી દીધી હતી.

આપણ વાંચો: Delhi Assembly Election : દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર લગાવ્યો મોટો આક્ષેપ, ભાજપે કર્યો વળતો પ્રહાર

આ અંગે વાત કરવામાં આવે તો ચીફ ઈજનેર સંજય માસ્કેએ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. આ આયોજન તેમના સરકારી બંગલા પર કરવામાં આવ્યું હતું. ભગવાન સત્યનારાયણની કથામાં તેમના વિભાગના અધિકારીઓ અને સાથી કર્મચારીઓને આમંત્રણ આપવા માટે તેમણે સરકારી આદેશની જેમ જ એક નોટશીટ જાહેર કરી હતી.

શું લખવામાં આવ્યું હતું નોટશીટમાં ?

નોટશીટમાં લખ્યું હતું કે, ભોપાલ પરિક્ષેત્રના પીડબ્લ્યુડી કાર્યાલય હેઠળના તમામ અધિકારીઓ-કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે હસ્તાક્ષર કરનારના સરકારી નિવાસસ્થાન ક્ર. સીપીસી-1, ચાર ઈમલી, ભોપાલ ખાતે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ સત્યનારાયણ ભગવાનની કથા અને તે પછી બપોરે 1 વાગ્યાથી મહાપ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ લેવા માટે તમામ અધિકારીઓ-કર્મચારીઓને ઉપસ્થિત રહેવા માટે સૂચિત કરવામાં આવે છે.

નોટશીટમાં એકદમ સરકારી ભાષાનો ઉપયોગ

આ આયોજન ૫ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હોવાનું સોશિયલ મીડિયા પર શેર થઇ રહેલી નોટશીટ પરથી જાણવા મળી રહ્યું છે. આ નોટશીટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. વળી આ નોટશીટમાં એકદમ સરકારી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જાણે આ કોઈ સરકારી આદેશ જ હોય.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button