સોના-ચાંદીની Jewelryમાં વેસ્ટેજને લઈને કેન્દ્ર સરકારનો નવો નિયમ, જાણો વિગતો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારે જ્વેલરીની(Jewelry)નિકાસમાં સોના(Gold) ચાંદી અને પ્લેટિનમ સામગ્રી માટે પ્રમાણિત વેસ્ટેજના નવા નિયમોના અમલને 31 જુલાઈ, 2024 સુધી સ્થગિત કર્યા છે. આ માપદંડો અંગેની જાહેરાત એક દિવસ પૂર્વે જ કરવામાં આવી હતી. જેમાં જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગે નવા ધોરણો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે સોમવારે સોના અને ચાંદીના આભૂષણોની નિકાસના સંદર્ભમાં ‘વેસ્ટેજ’ અને પ્રમાણિત કાચા માલ અને તૈયાર માલના સ્વીકાર્ય જથ્થાને લગતા સુધારેલા ધોરણોને જાહેર કર્યા છે.
ઉદ્યોગકારોનો અભિપ્રાય લેવામાં આવશે
ઉદ્યોગે દાવો કર્યો હતો કે કોઈપણ પરામર્શ વિના ધોરણોને સૂચિત કરવામાં આવ્યા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ મંગળવારે કહ્યું કે હવે સુધારેલા ધોરણો અંગે ફરી એકવાર ઉદ્યોગનો અભિપ્રાય માંગવામાં આવશે. નિર્દેશાલયે જણાવ્યું હતું કે 5 માર્ચ અને 21 માર્ચે આ વિષય પર ઉદ્યોગો પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા.
31મી જુલાઈ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો
DGFTએ જણાવ્યું હતું કે ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલ એક મહિનાની અંદર સંબંધિત નોર્મ્સ કમિટીને તેમના સૂચનો આપી શકે છે. આ સંજોગોમાં, ડીજીએફટી 27 મે, 2024 ના રોજની જાહેર નોટિસને તાત્કાલિક અસરથી 31 જુલાઈ 2024 સુધી મુલતવી રાખે છે, ડિરેક્ટોરેટે જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે આ દરમિયાન, 27 મેની નોટિસ પહેલા અસ્તિત્વમાં રહેલા વેસ્ટેજના ધોરણો અમલમાં રહેશે.
સોના અને ચાંદીના ભાવ
મજબૂત વૈશ્વિક વલણને અનુરૂપ રાજધાની દિલ્હીમાં બુલિયન માર્કેટમાં મંગળવારે ચાંદીની કિંમત રૂપિયા 3,100 વધીને રૂપિયા 95,950 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. જ્યારે સોનું રૂપિયા130 મજબૂત બન્યું હતું. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ચાંદીમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. તેની કિંમત રૂપિયા 3,100 વધી રૂપિયા 95,950 પ્રતિ કિલોની બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી હતી.
સોનું 2,346 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ
આ દરમિયાન, સોનું રૂપિયા 130 મજબૂત થઈને રૂપિયા 72,950 પ્રતિ 10 ગ્રામ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (કોમોડિટી માર્કેટ)માં હાજર સોનું 2,346 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું . જે અગાઉના બંધ ભાવ કરતાં બે ડોલર વધુ છે.
Also Read –