નેશનલ

15 વર્ષ જૂના વાહનો ધરાવતા લોકોને રાહત! સરકાર આ ફેરફાર પર વિચાર કરી રહી છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પ્રદુષણ ઘટાડવા માટે સ્ક્રેપ પોલિસી (vehicle scrappage policy) લાગુ કરી છે, જેના કારણે 15 વર્ષ જૂના વાહનો ધરાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એવામાં સરકાર 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવાની ફરજિયાત જોગવાઈમાં સુધારો કરવા વિચારી રહી છે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તે માત્ર વયના આધારે વાહનોને સ્કેપ કરવાને બદલે કડક પોલ્યુશન ટેસ્ટીંગ સ્ટાન્ડર્ડ અને વધુ સારી ફિટનેસ ટેસ્ટીંગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે, 15 વર્ષથી વધુ જૂના વાહનોનું ફરજિયાત સ્ક્રેપિંગ ફક્ત દિલ્હી-એનસીઆરમાં જ લાગુ છે. સુપ્રીમ કોર્ટના 2018ના નિર્ણય હેઠળ, 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર ચાલી શકશે નહીં. આવા વાહનોની નોંધણી આપમેળે ‘વાહન’ ડેટાબેઝમાંથી થઈ જશે.

માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ અનુરાગ જૈને વાહન ઉત્પાદકોના સંગઠન ઇન્ડિયા ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ સોસાઈટી(SIAM)ની વાર્ષિક પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર વાહનોની વયને બદલે વાહનથી થતા પ્રદૂષણના આધારે સ્ક્રેપ કરવા અંગે વિચારી રહી છે.

અનુરાગ જૈને ઓટો ઉદ્યોગને પોલ્યુશન ટેસ્ટીંગ પ્રોગ્રામને ‘વિશ્વાસપાત્ર’ બનાવવામાં સરકારને મદદ કરવા જણાવ્યું હતું, સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યારે તમે 15 વર્ષ જૂના વાહનને ફરજિયાત સ્ક્રેપ કરવાની નીતિ બનાવો છો તો ત્યારે લોકો તેમના વાહનની સારી રીતે જાળવણી કરશે, તો પછી તેમનું વાહન શા માટે બદલવું જોઈએ? તમે તેને ફરજિયાત બનાવી ન શકો.
અનુરાગ જૈને જણાવ્યું હતું કે વાહન રસ્તા પર ચલાવવા યોગ્ય છે કે નહીં તે જાણવા માટે “વિશ્વસનીય” ફિટનેસ ટેસ્ટ શરુ કરવામાં આવશે.

વૈશ્વિક સ્તરે, વાહન માટે ફિટનેસ સર્ટિફિકેશન મેળવવા માટેના ધોરણો ખૂબ કડક છે. વાહનની ફિટનેસ ચેકિંગ દરમિયાન ટાયર પણ ચેક કરવામાં આવે છે. જો કે, ભારતની અદાલતે અલગ અભિગમ અપનાવ્યો છે, 15વર્ષથી જુના વાહનોના સ્ક્રેપીંગના આદેશ આપ્યા હતાં. કેન્દ્રએ આ ધોરણોની સમીક્ષાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં બીજી અપીલ છે, જેની સુનાવણી હજુ બાકી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…