હાઈ-વે હોય કે એરપોર્ટ કે પછી રેલવેઃ સરકારે કેટલું કર્યું રોકાણ, જાણો સરકારી આંકડા?
નવી દિલ્હીઃ દેશમાં રોડ, રેલ અને એરપોર્ટ સેક્ટરને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર બુલેટવેગે કામ કરી રહ્યું છે તેની સાથે કરોડો રુપિયાના ખર્ચા કરી રહી છે. દેશના મૂળભૂત માળખાને મજબૂત કરવાથી સીધો ફાયદો જાહેર જનતાને થયો છે. પીએમ મોદી સરકાર જાહેર જનતાના જીવનને સુવિદ્યાજનક બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રોકાણમાં ફોક્સ કરી રહી છે.
11.11 લાખ કરોડના ખર્ચનો લક્ષ્યાંક
મોદી સરકાર લોકોના જીવનને સરળ બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં સતત વધારો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત રૂ. 11.11 લાખ કરોડના ખર્ચના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારનો મૂડી ખર્ચ 2021-22માં પાંચ લાખ કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં 11.11 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. મોદી સરકારનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. છેલ્લા 10 વર્ષમાં દેશની રોડ, હવાઈ અને રેલ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે. આનાથી લોકોનું જીવન સરળ અને વધુ સુવિધાજનક બન્યું છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક વધ્યું
રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક 1.6 ગણું વધ્યું છે. 2014માં 91,287 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા, જે નવેમ્બર 2024 સુધીમાં વધીને 1,46,195 કિલોમીટર થઈ ગયા છે. દેશમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. 2014માં 74 એરપોર્ટ કાર્યરત હતા, જ્યારે 2024માં દેશના 158 એરપોર્ટ પરથી એર સર્વિસ ઓપરેટ કરવામાં આવી રહી છે.
રેલવેમાં 97 ટકા માર્ગનું વિદ્યુતીકરણ થયું
રેલવેમાં 97 ટકા રેલવે માર્ગનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. સડક, રેલ અને હવાઈ નેટવર્કના મજબૂતીકરણથી દેશના આર્થિક વિકાસને વેગ મળ્યો છે, તેમજ સ્થાનિક સ્તરે મૂળભૂત સુવિધાઓમાં પણ સુધારો થયો છે અને સામાન્ય લોકોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. આગામી બજેટમાં મૂડીખર્ચની સંભાવના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેને ધ્યાનમાં રાખીને, સરકાર બજેટની ફાળવણી કરી રહી છે અને ૨૦૨૫-૨૬ માટે પણ બજેટમાં આમ કરવાનું ચાલુ રાખશે, એમ રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ બની સરકારનો “કમાઉ દીકરો”-અઢી મહિનામાં જ કરોડોની આવક…
બેંકોની સ્થિતિ પણ મજબૂત થઈ હોવાનો દાવો
જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલી સમિતિ તેના પર કામ કરી રહી છે અને આ અંગેનો કોઈ પણ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા જ લેવામાં આવશે. બેંકોને લગતા પ્રશ્નના જવાબમાં ચૌધરીએ કહ્યું કે ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા બાદ બેંકોની સ્થિતિ મજબૂત થઈ છે. મોદી સરકાર ક્યારેય ‘ફોન બેંકિંગ’ને સમર્થન આપતી નથી અને જો આવું કંઈ થાય તો પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે દરેક ભારતીયને ધિરાણની સુવિધા પૂરી પાડવા માટે જાહેર બેંકોની રચના કરવામાં આવી હતી. મોદી સરકારે જનતાની આ લાઈફલાઈનને માત્ર શ્રીમંત અને શક્તિશાળી જૂથો માટે ખાનગી ‘ફાઇનાન્સર્સ’ બનાવી દીધી છે.