નેશનલ

UPSC પ્રિલિમની અરજી માટે સરકારે બદલાવ્યા નિયમો; જાણો શું કર્યો ફેરફાર?

નવી દિલ્હી: સંઘ લોક સેવા આયોગ દ્વારા પ્રીમિલ પરીક્ષા 2025 માટે આવેદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે UPSC દ્વારા અરજી કરવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવેથી ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા માટે અરજી કરતી વખતે તેમની ઉંમર અને અનામતને સંલગ્ન દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત રહેશે. અગાઉ આ દસ્તાવેજ પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા પછી જ રજૂ કરવાના રહેતા હતા.

શું કર્યો ફેરફાર?

ગયા વર્ષે IAS પૂજા ખેડકરનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો. આ વિવાદ સર્જાયા બાદ UPSC પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસ પરીક્ષાઓ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. સરકારના નવા નોટિફિકેશન મુજબ, શિક્ષણ, જાતિ અને અપંગતા સંબંધિત ફરજિયાત પ્રમાણપત્રો હવે UPSC પ્રાથમિક પરીક્ષાના તબક્કે જ અપલોડ કરવાના રહેશે. અગાઉ ઉમેદવારો પ્રાથમિક પરીક્ષામાં પાસ થયા બાદ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે ત્યારે આ પ્રમાણપત્રો સબમિટ કરવાના હતા.સરકારે જાહેર કર્યું નોટિફિકેશન આ અંગે સરકાર દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. UPSC દ્વારા જરૂરી સહાયક દસ્તાવેજો પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જન્મ તારીખ, જાતિ, વિકલાંગતા, આર્થિક રીતે નબળા વર્ગ (EWC), ભૂતપૂર્વ સૈનિકો, શિક્ષણ, સેવા પસંદગી વગેરે સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.979 જગ્યાઓ પર ભરતીUPSC દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા (CSE) 2025 અને ભારતીય વન સેવા (IFS) માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ પરથી સંપૂર્ણ જાહેરાત વિષેની માહિતી મેળવી શકે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ખાલી જગ્યાઓમાં ઘણો ઘટાડો દેખાયો છે. આ વર્ષે UPSC કુલ 979 જગ્યાઓ પર ભરતી કરશે. જ્યારે ગયા વર્ષે 1056 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button