આ કારણે સરકારે એક કરોડથી વધારે SIM Card કર્યા બ્લોક….

આજના ડિજિટલ વર્લ્ડમાં સાયબર ફ્રોડની સતત વધી રહેલી ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા સતત સંભવતઃ પ્રયાસ કરી રહી છે અને હવે આ જ અનુસંધાનમાં સરકારે ફ્રોડ મોબાઈલ કનેક્શન સામે મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે સરકાર દ્વારા ફ્રોડ નંબરની ઓળખ કરીને આશરે એક કરોડ મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે.
આ મહત્વનો નિર્ણય TRAI અને DoT દ્વારા ટેલિકોમ સર્વિસને વધારે સુગમતાભરી બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મંત્રાલયે નેટવર્ક અવેલેબિલિટી, કોલ ડ્રોપ રેટ્સ અને પેકેટ ડ્રોપ રેટ્સને હાઈલાઈટ કર્યું છે. મળી રહેલી માહિતી અનુસાર અત્યાર સુધી આવા એક કરોડ જેટલા મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેમ કોલ્સને રોકવા માટે TRAI દ્વારા ટેલિકોમ ઓપરેટર્સને નિર્દેશ આપવામાં આવ્યું છે. જેમાં એવું જણવવામાં આવ્યું છે કે તેઓ બોગસ અને સ્પેમ કનેક્શનને તરત જ બંધ કરીને બ્લેક લિસ્ટ કરવાનું શરુ કરે. જેમાં રોબો કોલ્સ અને પ્રિ-રેકોર્ડેડ કોલ્સનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ પહેલાં પણ 3.5 લાખ નંબરને બંધ કરી દેવામાં આવ્યા છે અને એમાં 50 એન્ટિટિને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આશરે સાડાત્રણ લાખ અનવેરિફાઈડ એસએમેસ હેડર અને 12 લાખ કન્ટેન્ટ ટેમ્પ્લેટ્સને પણ બ્લોક કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : એક-બે નહીં 70 મોબાઈલ પાર્સલમાંથી સેરવ્યા ડિલિવરી બૉયે
એટલું જ નહીં પણ સંચાર સાથીની મદદની આશરે 2.27 લાખ મોબાઈલ હેન્ડસેટ્સને પણ બ્લોક કરવામાં આવ્યા છે. આ તમામ મોબાઈલ હેન્ડસેટ્સનું સાઈબર ફ્રોડ અને ફાઈનાન્શિયલ ફ્રોડમાં કનેક્શન જોવા મળ્યું હતું.
અહીંયા તમારી જાણ માટે કે સુરક્ષાની દ્રષ્ટિએ પર્સનલ મોબાઈલ નંબરનો ઉપયોગ કોઈ પણ અન્ય વસ્તુઓ કે કામ માટે ના કરો. જેમાં પ્રમોશનલ કોલ્સનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. પ્રમોશનલ કોલ્સ કરવાથી પણ તમારે બચવું જોઈએ. જેઓ આવું કરતાં જોવા મળશે તો તમે પણ ટેલિકોમ કંપનીઓની રડાર પર આવી શકો છે અને તમારો નંબર પણ બંધ કે બ્લોક થઈ શકે છે.