ગુગલ આ સર્વિસ કરશે બંધ, લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાશે | મુંબઈ સમાચાર

ગુગલ આ સર્વિસ કરશે બંધ, લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાશે

કેલિફોર્નિયા : ગુગલ પોતાની એક ખાસ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. જેના લીધે લાખો ગેમિંગ યુઝર્સ મુશ્કેલીમાં મુકાશે. આ અંગે મળતી માહિતી મુજબ ગુગલ ક્રોમબુક બીટાના માટે સ્ટીમ(Steam)સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે. જેમાં 1 જાન્યુઆરી 2026થી યુઝર્સને તેનો સપોર્ટ નહી મળે. આ સેવા બંધ થવાના પગલે યુઝર્સ સ્ટીમના માધ્યમથી ક્રોમબુકમાં ગેમ નહી રહી શકે. તેમજ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી ગેમ જાતે જ રીમુવ થઈ જશે. જોકે, આ સેવા બંધ કરવા અંગે કંપનીએ કોઈ કારણ નથી આપ્યું.

1 જાન્યુઆરી 2026થી તે સ્ટીમ લોન્ચ નહી કરી શકે

આ અંગેના અહેવાલ મુજબ, ગુગલે ક્રોમબુકના યુઝર્સને મેસેજ મોકલ્યો છે. જેમાં યુઝર્સને કહ્યું છે કે તે હવે સ્ટીમના માધ્યમથી ગેમ નહી રમી શકે. તેમજ 1 જાન્યુઆરી 2026થી તે સ્ટીમ લોન્ચ નહી કરી શકે અને કોઈપણ ગેમ ઇન્સ્ટોલ નહી કરી શકે.જોકે, બીટા એપમાં 31 ડિસેમ્બર 2025 સુધી યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે.

સ્ટીમ એક પીસી ગેમિંગ પ્લેટફોર્મ

સ્ટીમ એક પીસી ગેમિંગ પ્લેટફોર્મ છે. જેનાથી કોમ્પ્યુટર પર ગેમ ડાઉનલોડ કરી શકાય છે. તેના માધ્યમથી ગેમ ભાડે લઈ
શકાય છે અને ખરીદીને ડાઉનલોડ પર કરી શકાય છે. જેની માટે કોમ્પ્યુટરમાં સ્ટીમ એપને ડાઉનલોડ કરવાની હોય છે. ગુગલે વર્ષ 2022માં સ્ટીમ સાથે મળીને તેનું બીટા વર્ઝન લોન્ચ કર્યું હતું.

એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર રમી શકશે

ગુગલ ક્રોમબુકમાં યુઝર્સ સ્ટીમના માધ્યમથી 99 અલગ ગેમિંગ ટાઈટલ રમી શકે છે. જે ઓપરેટિંગ સીસ્ટમને અનુરૂપ છે. જોકે, યુઝર્સ આ ગેમને 1 જાન્યુઆરીથી એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર રમી શકશે. જેની માટે યુઝર્સને તેને ગુગલ પ્લે સ્ટોર પરથી
ડાઉનલોડ કરવી પડશે.

આ પણ વાંચો…ગ્રોકએઆઈમાં નવું ટેક્સ ટુ વિડીયો ફીચર એડ, ગુગલ અને ઓપન એઆઈને આંચકો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button