Google યુઝર્સ માટે લોન્ચ કર્યું નવું Wallet, G-Payને લઈને આપી આ મહત્ત્વની માહિતી…
ગૂગલે ભારતમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું ડિજિટલ વોલેટ રજૂ કર્યું છે, જેમાં યુઝર્સ લોયલ્ટી કાર્ડ અને ગિફ્ટ કાર્ડ, સાર્વજનિક વાહનોના પાસ સહિતના અન્ય વસ્તુઓ રાખવાની સુવિધા આપવામાં આવશે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ગૂગલ વોલેટને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. ડિજિટલ વોલેટની આ સુવિધા આજથી એટલે કે 8મી મેથી ભારતમાં શરૂ થઈ ગઈ છે.
ગૂગલના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ગૂગલ પે ક્યાંય નથી જઈ રહ્યું. આ અમારી પ્રાઈમરી પેમેન્ટ એપ બની રહેશે. ગૂગલ વોલેટ ખાસ કરીને નોન પેમેન્ટ યુસેજ માટે તૈયાર કરવામાં આવ્યું છે. અમારું હેતુ એક એવું સોફ્ટવેર બનાવવાનો છે કે જ્યાં ઓઈએમ અને ડેવલપર્સ સારા પ્રોડક્ટ બનાવી શકીએ.
આ નવી સુવિધા માટે ગૂગલે એર ઈન્ડિયા, ઈન્ડિગો, ફ્લિપકાર્ટ, પાઈન લેબ્સ, કોચ્ચિ મેટ્રો, પીવીઆર અને આઈનોક્સ જેવી 20 ઈન્ડિયન બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે. આગામી મહિનાઓમાં વધુ બ્રાન્ડ્સ સાથે જોડાણ કરવાની યોજના છે. ગૂગલ વોલેટ યુઝર્સને ફિલ્મ, ફંક્શમ, ટિકિટ, બોર્ડિંગ પાસ, મેટ્રો ટિકિટ રાખવા, ઓફિસ, કોર્પોરેટ બેજ રાખવા અને ફિઝિકલ ડોક્યુમેન્ટ્સનું ડિજિટાઈઝેશન કરવાનો ઓપ્શન આપશે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગૂગલ વોલેટ, સુરક્ષા અને ગોપનીયતાના આધાર પર બનાવવામાં આવ્યું છે. હાલમાં દુનિયાભરના આશરે 80 દેશમાં ગૂગલ વોલેટની સર્વિસ ઉપલબ્ધ છે.