75thમાં ગણતંત્ર દિવસના અવસર પર Google બનાવ્યું ખાસ Doodle
ગૂગલ ઘણીવાર અલગ અલગ અવસર પર અલગ અલગ ડૂડલ બનાવે છે. ત્યારે ગૂગલે ભારતના 75મા ગણતંત્ર દિવસના અવસર પર એક વિશેષ ડૂડલ બનાવ્યું છે. જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનથી સ્માર્ટફોન સુધીની દેશની સફર દર્શાવવામાં આવી છે. ડૂડલ્સની ડીઝાઈન એ પ્રકારની છે કે જેમાં સૌથી મોટી ઘટનાઓને પણ સરળ રીતે દર્શાવવામાં આવી છે.
આજના ડૂડલમાં ગૂગલે એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભારત 1947 માં બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950 ના રોજ પ્રજાસત્તાક બન્યું ત્યારથી રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત પરેડ છેલ્લા કેટલાક દાયકાઓમાં સ્ક્રીન પર કેવી રીતે જોવા મળે છે.
કેવી રીતે કેથોડ રે ટ્યુબવાળા મોટા ટેલિવિઝન સેટમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અને પછી નાના ટીવી અને સ્માર્ટફોન તરફ આગળ વધ્યા છીએ. આ ડૂડલમાં બે ટીવી સેટ અને એક મોબાઇલ ફોન દર્શાવવામાં આવ્યો છે જેમાં ડાબી બાજુએ પ્રથમ એનાલોગ ટેલિવિઝન સેટની ઉપર Google માટે અંગ્રેજી અક્ષર ‘G’ લખાયેલ છે અને બે ટીવી સ્ક્રીનને બે ‘O’ અક્ષરો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
Google શબ્દના બાકીના ત્રણ અંગ્રેજી અક્ષરો ‘G’, ‘L’ અને ‘E’ જમણી બાજુએ બતાવેલ મોબાઈલ હેન્ડસેટની સ્ક્રીન પર લખેલા છે. પ્રથમ ટીવી સ્ક્રીન પર પરેડનું એક દ્રશ્ય બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવ્યું છે, જ્યારે બીજા રંગીન સ્ક્રીન પર ઉંટની સવારી બતાવીને ટેક્નોલોજીની સફરને ઉજાગર કરવામાં આવી છે.
આ ડૂડલ પર એવું પણ લખવામાં આવ્યું છે કે આ ડૂડલ ભારતના પ્રજાસત્તાક દિવસના અવસર પર બનાવવામાં આવ્યું છે જે 1950માં ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રએ પોતાને એક સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. નોંધનીય છે કે આજનું ડૂડલ વૃંદા ઝવેરી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમને અગાઉ પણ વિવિધ પ્રકારની સ્ક્રીન પર ગણતંત્ર દિવસની પરેડ દર્શાવી છે.