‘અમને તમને જણાવતા ખેદ થાય છે કે….. ,’ ગૂગલે ફરી છટણીની જાહેરાત કરી
ગૂગલે છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે અને જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, 1,000 જેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. ટેક જાયન્ટે ગૂગલના હાર્ડવેર અને સેન્ટ્રલ એન્જિનિયરિંગ ટીમો તેમજ ગૂગલ આસિસ્ટન્ટ સહિત અનેક વિભાગોમાંની નોકરીઓમાં છટણી કરી છે. છટણી કરાયેલા કર્મચારીઓને મોકલવામાં આવેલા એક ઈમેલમાં, કંપનીએ સમજાવ્યું હતું કે આ નિર્ણય લેવો મુશ્કેલ હતો. કંપનીએ તેમને છટણી વિશે જાણ કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.
1,000 કર્મચારીઓને ગુગલ દ્વારા મોકલવામાં આવેલા છટણીના લેટરમાં લખવામાં આવ્યું છે કે, વ્યવસાયિક જરૂરિયાતોમાં ફેરફારોને કારણે, Google એ તમે કામ કરો છો તે સુવિધા (જો કોઈ હોય તો) સહિત તેની અમુક સુવિધાઓ પર કામગીરીનું પુનર્ગઠન કરવાનું નક્કી કર્યું છે. આ પુનર્ગઠન જાન્યુઆરી, 2024થી શરૂ થવાનું છે. આ નિર્ણયના આધારે, અમારે કેટલાક Google કર્મચારીઓની નોકરી અંગે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા છે અને અમે તમને જણાવતા ખેદ અનુભવીએ છીએ કે તમને નોકરીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. અમે જાણીએ છીએ કે આ બાબત તમને ઘણી અસર કરે છે, અને આ દિશામાં આગળ વધવાની જરૂરિયાતનો અમને અફસોસ છે.
ટેક જાયન્ટે એવી પણ પુષ્ટિ કરી છે કે છટણી કરાયેલા પાત્ર કર્મચારીઓને કેટલુક વળતર પણ આપવામાં આવશે. (સામાન્ય રીતે આ વળતર વર્ષોની સેવા પર આધારિત હોય છે.) Google લોકોને અન્ય વિભાગોમાં ઉપલબ્ધ પસંદગીની તકો માટે ફરીથી અરજી કરવા માટે પણ તક આપી રહ્યું છે. અગર ફરીથી અરજી કર્યા બાદ પણ જે લોકો નોકરી મેળવવામાં નિષ્ફળ જશએ તેમણે એપ્રિલ મહિનામાં કંપની છોડવી પડશે.