ટોપ ન્યૂઝનેશનલ

TeaBreak મોંઘો પડ્યોઃ Loco Pilot વિના Goods Train દોડી 84 KM, રેલવેમાં ખળભળાટ

ચંદીગઢ-જમ્મુ: પઠાણકોટ સેકશનમાં વિસ્તારમાં રવિવારે સવારે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. અહીંયા Goods Trainના લોકો પાઈલટ અને આસિસ્ટંટ લોકો પાઈલટ ચા પીવા ટ્રેનમાંથી ઉતર્યા બાદ ગૂડ્સ ટ્રેન એક નહીં, પરંતુ 88 કિલોમીટર ડ્રાઈવર્સ (Loco Pilot and Assistant) વિના દોડવાની ઘટના બની હતી, પરંતુ સદ્નસીબે મોટી કોઈ દુર્ઘટના બની નહોતી.

જમ્મુ કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશન પર રોકવામાં આવેલી ગૂડ્સ ટ્રેન અચાનક પઠાનકોટ તરફ નીકળી પડી હતી. ઢોળાવ એટલે પર્વતીય વિસ્તાર પર હોવાને કારણે ટ્રેન ડ્રાઈવર વિના નીકળી પડી હતી, જે લગભગ 84 કિલોમીટર સુધી દોડ્યા પછી તેને રોકી શકવામાં આવી હતી. આ બનાવને કારણે સમગ્ર રેલવે પ્રશાસન ચોંકી ગયું હતું, જ્યારે બેદરદાર અધિકારી તરફ સખત પગલા ભરવાના આદેશ આપ્યા હતા.

રવિવારે સવારે 7.10 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ડ્રાઈવરે ગૂડ્સ ટ્રેન (14806આર)ને રોકી હતી, જ્યાં લોકો-પાઈલટ ચા પીવા ગયો ત્યાં તો ટ્રેને અચાનક સ્પીડ પકડીને દોડવા લાગી હતી. આ અંગે અધિકારીએ કહ્યું હતું કે ગૂડ્સ ટ્રેનમાં ક્રોક્રીટ હતી, જે કઠુઆથી લોડ કરવામાં આવી હતી, જ્યાં એન્જિન ચાલુ હતું ત્યારે લોકો પાઈલટ અને આસિસ્ટંટ બંને ચા પીવા માટે નીચે ઊતર્યા હતા. ટ્રેનમાંથી ઉતર્યા પહેલા ડ્રાઈવરે હેન્ડબ્રેક ખેંચી નહોતી, તેથી ટ્રેન ઉપડી ગઈ હતી. જોકે, સ્ટેશન પરથી ટ્રેન ઉપડી ત્યારે ડ્રાઈવરે ચોંકી ગયો હતો. ટ્રેનને રોકવાના પ્રયાસમાં પણ નિષ્ફળ રહ્યા હતા. છેક 84 કિલોમીટર દૂરના અંતરે તેને રોકવામાં સફળતા મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ પઠાણકોટ નજીક કઠુઆથી ગુડ્ઝ ટ્રેન અચાનક લોકો પાઇલટ વગર ચાલુ થઈ ગઈ હતી. ટ્રેન ઉપડ્યા બાદ રસ્તામાં તમામ રેલવે ગેટમેનોને સંદેશો મોકલવામાં આવ્યો હતો કે તમામ ફાટક બંધ રાખવા જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય નહિ.

ગૂડ્સ ટ્રેન નીકળી ત્યારે વચ્ચે કોઈ અવરોધ આવ્યો નહોતો. જોકે, કોઈ વચ્ચે અવરોધ આવ્યો હો તો મોટી ખુવારી સર્જાઈ હોત. અત્યાર સુધીમાં કોઈ નુકશાન થયું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે તપાસ માટે એક ટીમને ફિરોઝપુર મોકલવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ પ્રકારના કિસ્સા બન્યા છે, પરંતુ બહુ મર્યાદિત હશે. આ અગાઉ ઊલટી દિશામાં બે કિલોમીટર સુધી તાપ્તી ગંગા એક્સપ્રેસ પણ દોડી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા