Goodbye Boing 747: જમ્બો જેટના ગોલ્ડન એરાનો અંત, બોઈંગે ભરી છેલ્લી ઉડાન..
મુંબઈ: એર ઇન્ડિયા દ્વારા તેના છેલ્લા જમ્બો જેટ તેમ જ એક સમયે એર ઇન્ડિયાની ઓળખ બની ગયેલા બોઇંગ 747 (Boeing 747)ની છેલ્લી ફ્લાઇટ ઉડાવવામાં આવી હતી. મુંબઈથી આગ્રા જઇ રહેલી એર ઇન્ડિયાની આ ફ્લાઇટ સાથે જ જમ્બો જેટના એક સુવર્ણ યુગનો અંત આવ્યો હતો. આ જમ્બો જેટ એક વિદેશી કંપનીને વેચી દેવામાં આવ્યું છે અને આજે એર ઇન્ડિયા સાથે આ બોઇંગની પણ છેલ્લી સફર હતી.
અત્યંત સારી પરિસ્થિતિમાં રહેલા બે બોઇન્ગ 747માંથી એકની છેલ્લી ફ્લાઇટે આજે ઉડાન ભરી હતી, જ્યારે બીજું બોઇન્ગ ટૂંક સમયમાં એર ઇન્ડિયા સાથે પોતાની છેલ્લી મુસાફરી કરશે.
આ બોઇન્ગ નિવૃત્ત થવાની મુદતે પહોંચી ગયું હોઇ ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા ગયા વર્ષે તેને ડિ-રજિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું અને હવે તેના પરથી એર ઇન્ડિયાનું ચિહ્ન અને તેનો લોગો પણ હટાવી દેવામાં આવ્યો છે.
અત્યારના સમય માટે બોઇન્ગને અમેરિકન રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું, જે એન940એએસ આ પ્રમાણે છે. જેથી આ બોઇન્ગ તેના અગાઉના એર બેઝથી હવે નવા બેઝ સુધી પ્રવાસ કરી શકે. આ બોઇંગેને એર ઇન્ડિયાની સર્વિસ દરમિયાન વીટી-ઇવીએ ‘આગ્રા’ આ નામથી રજિસ્ટર કરવામાં આવ્યું હોવાનું એવિએશન ખાતાના એક જાણકારે જણાવ્યું હતું.