માઘ મહિનામાં જયા એકાદશી પર બની રહ્યા છે શુભ યોગ, આ પાંચ રાશિના જાતકોને થશે લાભ જ લાભ…
માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જયા એકાદશી માટે એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી હોય અને સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો જયા એકાદશીના દિવસે પૂજા અને વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
આ વર્ષે બે દિવસ બાદ એટલે કે 20મી ફેબ્રુઆરીના જયા એકાદશીનું વ્રત છે અને આ વખતની જયા એકાદશી એટલા માટે ખાસ છે કારણ કે આ દિવસે એક સાથે અનેક યોગ પણ બની રહ્યા છે. આ દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત અનેક શુભ યોગ બની રહ્યા છે અને મેષ સહિત પાંચ રાશિના લોકો માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે-
મેષઃ
મેષ રાશિના લોકો માટે આ એકાદશી ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહી છે, કારણ કે આ રાશિના લોકોને જૂની સમસ્યાઓ અને માનસિક તાણ માટે છુટકારો મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકો માટે સમય સારો છે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થઈ રહ્યો છે. લવ લાઈફ અને પરિણીત લોકો માટે જીવન સુખદ રહેવું છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃષભઃ
વૃષભ રાશિના લોકોને આ દિવસે વ્રત-પૂજા કરીને કરિયરમાં નવી નવી ઊંચાઈઓ હાંસિલ થઈ રહી છે. મોટું પદ અને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. તમારા જીવનમાં સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. નવી નોકરી મળી શકે છે. આવકના નવા નવા સ્રોત બની રહી છે.
સિંહઃ
સિંહ રાશિના લોકો માટે આ એકાદશી પર પ્રગતિ અને સફળતાની નવી નવી તક મળી શકે છે. વેપારમાં નફો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકો વરિષ્ઠ અધિકારીઓથી લાભ થઈ રહ્યો છે. કરિયરમાં સફળતા અને પર્સનલ લાઈફમાં ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે.
તુલાઃ
નોકરી-વેપાર સાથે સંકળાયેલા તુલા રાશિના લોકોને લાભ થઈ રહ્યો છે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. ધર્મ અને કર્મ સામાજિક કાર્યમાં રસ વધી રહ્યો છે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.
ધનઃ
નોકરી કરી રહેલાં ધન રાશિના લોકો માટે આ સમયગાળો શુભ છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. કોઈ જગ્યાએ ભૂતકાળમાં રોકાણ કર્યું હશે તો એનાથી તમને વધુ લાભ મળી રહ્યો છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે.