ગૂડ ન્યૂઝઃ વંદે મેટ્રો ટ્રેનને લોન્ચ કરવાની આ રહી ડેડલાઈન
ચેન્નઈઃ ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસનું નેટવર્ક ઝડપથી વધારવા કામકાજ કરી રહી છે એની સાથે દેશની સૌથી પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો ચલાવવાની તૈયારી કરી છે, ત્યારે આ જ નાણાકીય વર્ષે વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો લોન્ચ કરવામાં આવશે.
આ વર્ષના બજેટમાં વંદે ભારત એક્સપ્રેસના માફક વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની સૌથી પહેલા રેલવે પ્રધાને જાહેરાત કરી હતી, જેમાં મુંબઈ, પુણે સહિત અન્ય શહેરમાં વંદે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. જાન્યુઆરી, 2024માં વંદે મેટ્રો ટ્રેનને લોન્ચ કરવામાં આવશે, એમ ચેન્નઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)ના જનરલ મેનેજર બી. જી માલ્યાએ જણાવ્યું હતું. હાલમાં સિટિંગવાળી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવી રહી છે, પરંતુ વંદે ભારત સ્લીપર ટ્રેનને કારણે ફાયદો થશે.
નાણાકીય વર્ષ 2023 સુધીમાં વંદે મેટ્રો ટ્રેનને લોન્ચ કરવાની અપેક્ષા છે, પરંતુ કેલેન્ડર વર્ષમાં તૈયાર થઈ જશે. નોન-એસી પેસેન્જર માટે પણ આ ટ્રેન 31મી ઓક્ટોબર પહેલા લોન્ચ કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે આઈસીએફમાં વંદે ભારત મેટ્રોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વંદે મેટ્રો 12 કોચની ટ્રેન હશે, જેનો ઉપયોગ ખાસ કરીને ટૂંકા અંતરના સિટી વચ્ચે કરવામાં આવશે.
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના નીમચને પહેલી વંદે ભારત એક્સપ્રેસ મળશે. નીમચમાં જનતાને સંબોધતા રેલવે પ્રધાને જણાવ્યું હતું કે હવે આ રુટમાં વંદે ભારત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ દેશના તમામ રાજ્યમાં દોડાવાય છે.
ભારતીય રેલવે ચેન્નઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા બનાવવામાં આવતી આઠ કોચની કેસરી અને ગ્રે રંગની છે. એના સિવાય વંદે ભારત ટ્રેનના લોગોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 27મી જાન્યુઆરી 2019માં ટ્રેનમાં 18 કોચની હતી. વંદે ભારત ટ્રેનની સૌથી પહેલી સર્વિસ ફેબ્રુઆરી, 2019માં શરુ કરી હતી.